બ્રિસબેનઃ બ્રિસબેન ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને એક ઈનિંગ અને 40 રનથી હરાવીને બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ઈનિંગમાં શ્રીલંકન ટીમ માત્ર 139 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે બીજી ઈનિંગમાં 6, તેને પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ મળી હતી. આ પ્રદર્શન માટે કમિન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા દિવસની રમતની શરૂઆત શ્રીલંકાના સ્કોર 17/1થી થઈ હતી. આજ સ્કોર પર ડિનેશ ચાંડીમલની વિકેટ પડી હતી. અહીંથી વિકેટનું પતન શરૂ થયું હતું. એક બાદ એક બેટ્સમેનોએ કમિન્સ સામે આત્મસમર્પણ કરી દીધું હતું. થિરિમાનેએ ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કર્યો પરંતુ તે 32 રન બનાવી આઉટ થઈ ગયો હતો. નિરોશન ડિકવેલા અને સુરંગા લકમલે 24-24 રન બનાવ્યા હતા. આમ પૂરી ટીમ બીજા દાવમાં 139 રનમાં ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાને 40 રને જીત મળી હતી. કમિન્સ સિવાય ઝાય રિચર્ડ્સનને બે તથા લાયનને એક વિકેટ મળી હતી. 



AKvsSA: ઇમામ ઉલ હકની સદી પાણીમાં, ત્રીજી વનડેમાં આફ્રિકાનો વિજય 


મેચના પ્રથમ દિવસે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ 144 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. નિરોશન ડિકવેલાએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 323 રન બનાવ્યા અને 179 રનની લીડ મેળવી હતી. શ્રીલંકા માટે લકમલે પાંચ વિકેટ ઝડપી હતી.