INDvsAUS: વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, ખ્વાજા-લોયન-સિડલનું કમબેક
ભારત વિરૂદ્ધ વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે
સિડની : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આવતા અઠવાડિયાથી શરૂ થનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ત્રણ વન-ડે મેચોની ઇન્ટરનેશનલ સિરીઝ 12 જાન્યુઆરીથી શરૂ થવાની છે અને એ માટેની ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર પીટર સિડલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 34 વર્ષીય બોલરે 2010 પછી વન-ડે ટીમમાં કમબેક કર્યું છે.
એરોન ફિન્ચની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઉસ્માન ખ્વાજા તેમજ નાથન લોયલ પણ રમશે. આ ખેલાડીઓને પણ કમબેકની તક મળી છે. ઓફ સ્પિનર લોયન આ સત્રની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ નહોતો રમી શક્યો જ્યારે ખ્વાજાએ પણ લગભગ બે વર્ષ પછી ટીમમાં કમબેક કર્યું છે.
[[{"fid":"197949","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
જાહેર કરાયેલી ટીમ પ્રમાણે મિશેલ માર્શ અને વિકેકીપર એલેક્સ કેરી ટીમમાં વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવશે. ઓસ્ટ્રેલિયા બોલ સાથેની ટેમ્પરિંગની ઘટના પછી બે વાઇસ કેપ્ટનની રણનીતિ અપનાવી રહ્યું છે. ટીમ પસંદગી વખતે શ્રીલંકા વિરૂદ્ધની ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પૈટ કમિન્સની ત્રિપુટીને આરામ આપવામાં આવ્યો છે. બેટ્સમેન ટ્રેવિસ હેડ, ડાર્સી શોર્ટ અને ક્રિસ લીનને તેના ખરાબ ફોર્મને કારણે ટીમમાં પસંદ નથી કરાયા. ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ ટ્રેવર હાન્સે કહ્યું છે કે ''ટીમમાં બદલાવ દક્ષિણ આફ્રિકા સામે ટીમના ખરાબ પ્રદર્શન તેમ વિશ્વ કપને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. અમે એવા ખેલાડીઓની પસંદગી કરી છે જે મેચ અલગઅલગ તબક્કાઓ દરમિયાન વિવિધ ભૂમિકા ભજવવા સક્ષમ છે.''
ટીમ ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડસકોમ્બ, ગ્લેન મેક્વેલ, માર્કસ સ્ટોઇનિશ, મિશેલ માર્શ, એલેક્સ કૈરી (વિકેટકીપર), જાઇ રિચર્ડસન, બિલી સ્ટૈનલેક, જેસન બેહરેનડોર્ફ, પીટર સિડલ, નાથન લોયન, એડમ જમ્પા