સિડનીઃ દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયાના જંગલમાં 30 ડિસેમ્બરે લાગેલી આગમાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. આ વચ્ચે યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ newzealand vs australia) વચ્ચે સિડનીમાં શુક્રવારથી સિરીઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ રમાશે. બંન્ને ટીમોના ખેલાડી આગમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે હાથ પર કાળી પટ્ટી બાંધીને રમશે. સાથે ઈમરજન્સી સેવા કર્મીઓ માટે એક મિનિટ તાળીઓ પાડીને તેની પ્રશંસા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓ પ્રમાણે, ધુમાડાને કારણે હવાની ગુણવત્તા ઘણી ખરાબ છે. તેવામાં મેચ રમાશે કે નહીં તેનો નિર્ણય અમ્પાયર શુક્રવારે હવાની ગુણવત્તા અને દ્રશ્યતાની તપાસ કર્યાં બાદ લેશે. 


હવામાન વિભાગે કહ્યું- શુક્રવાર સુધી દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને વિક્યોરિયા સ્ટેટના પૂર્વી વિભાગમાં આગ વધી શકે છે. તાપમાન 40° સુધી પહોંચી શકે છે. મેલબોર્નમાં સમુદ્રી કિનારા પર શરણ લેનારા લોકોને જગ્યા ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 


ટેસ્ટ રદ્દ થવાની સંભાવના નથી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ પીટર રોચે કહ્યું- વરસાદની જેમ આ પરિસ્થિતિઓમાં પણ મેચને આગળ વધારવી કે મોડી શરૂ કરી તરી શકાય છે. મેચ રદ્દ થવાની સંભાવના ખુબ ઓછી છે. પૂરી મેચ રમાવાની આશા છે. ખેલાડીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 


ઉંમરમાં છેતરપિંડીઃ U19 વિશ્વકપના હીરો મનજોત કાલરાનો મોટો ઝટકો, લાગ્યો પ્રતિબંધ


ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-0થી આગળ
સિરીઝમાં યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ 2-0થી આગળ છે. ટીમ જો આ મેચ જીતે તો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સતત બીજી ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કરી લેશે. ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. કેપ્ટન કેન વિલિયમસન ફોર્મમાં નથી. તે બે મેચોમાં માત્ર 57 રન બનાવી શક્યો છે. ટોમ લાથ અને રોસ ટેલર પણ મોટી ઈનિંગ રમી શક્યા નથી. સ્પિનર મિશેલ સેન્ટનરને ત્રીજી ટેસ્ટમાં બહાર કરવામાં આવી શકે છે. તે બે મેચમાં માત્ર એક વિકેટ ઝડપી શક્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર