મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પર ભારત વિરુદ્ધ મંગળવારે સમાપ્ત થટેલી ટેસ્ટમાં સ્લો ઓવર રેટને કારણે મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ચાર અંક કાપવામાં આવ્યા છે. આઈસીસી મેચ રેફરી ડેવિડ બૂનને જાણવા મળ્યું કે, ઓસ્ટ્રેલિયા ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી છે, ત્યારબાદ ટિમ પેનની ટીમને આ સજા સંભળાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે બીજી ટેસ્ટ આઠ વિકેટથી જીતી છે. આઈસીસીએ નિવેદનમાં કહ્યું, 'ખેલાડીઓ અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ સાથે જોડાયેલી આચાર સંહિતાના નિયમ 2.22 અનુસાર, જે ન્યૂનતમ ઓવર ગતિ સાથે જોડાયેલ ગુનો છે, ખેલાડીઓ પર પોતાની ટીમના નિર્ધારિત સમયમાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા માટે તેની મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવે છે.'


આ પણ વાંચોઃ Boxing Day Test: અજિંક્ય રહાણેએ આ 2 ખેલાડીઓને આપ્યો જીતનો શ્રેય, ખુબ કરી પ્રશંસા


નિવેદન અનુસાર, 'આ સિવાય આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાના નિયમ 16.11.2 અનુસાર ટીમ પર પ્રત્યેક ઓછી ઓવર ફેંકવા માટે બે પોઈન્ટનો દંડ ફટકારવામાં આવે છે. જેથી ઓસ્ટ્રેલિયાના કુલ ચાર અંક વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી કાપવામાં આવ્યા છે.' આઈસીસીએ કહ્યું, પેને ગુનો સ્વીકાર કરી લીધો અને જે પ્રસ્તાવિત સજા પણ સ્વીકારી લીધી છે તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નથી. 


આ આરોપ મેદાની અમ્પાયરો બ્રૂસ આક્સેનફોર્ડ અને પોલ રીફેલ, ત્રીજા અમ્પાયર પોલ વિલ્સન અને ચોથા અમ્પાયર ગેરાડ્ એબૂડે લગાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા (0.766) જીતેલા પોઈન્ટના આધાર પર હજુ ટોપ પર ચાલી રહ્યું છે, ત્યારબાદ (0.722) ભારત અને ન્યૂઝીલેન્ડ (0.625)નો નંબર આવે છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube