ભુવનેશ્વરઃ ટોમ ક્રેગના ત્રણ ગોલની મદદથી છેલ્લા બે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ રવિવારે ઈંગ્લેન્ડને  એકતરફી મેચમાં 8-1થી હરાવીને હોકી વિશ્વકપમાં ત્રીજુ સ્થાન હાસિલ કર્યું છે. સમી ફાઇનલમાં શૂટઆઉટમાં  નેધરલેન્ડ સામે મળેલી હારનો ગમ ભૂલતા ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતથી આક્રમક  હોકી રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે પ્રથમ ક્વાર્ટરમાં બે ગોલની લીડ મેળવી લીધી હતી, જેનાથી ઈંગ્લેન્ડ દવાબમાં આવી ગયું અને અંત સુધી આ દબાવ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે ક્રેગે હેટ્રિક લગાવતા 9મી, 19મી અને 34મી મિનિટમાં ફીલ્ડ ગોલ કર્યો હતો. તો બ્લૈક ગોવર્સે 8મી મિનિટમાં પ્રથમ ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી હતી. ટ્રેંટ મિટને 32મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમનો સ્કોર 4-0 કરી દીધો હતો. 


તેની બે મિનિટ બાદ ઓસ્ટ્રેલિયાએ સતત બે ગોલ કરીને મોટી જીત પાક્કી કરી લીધો હતો. ટિમ બ્રાંડ અને ક્રેગે આ ગોલ કર્યા હતા. ઈંગ્લેન્ડ માટે એકમાત્ર ગોલ ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટમાં બૈરી મિડિલટને કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ત્રણ મિનિટમાં મળેલી બે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને જેરેમી હૈવર્ડે 8-1થી જીત નક્કી કરી હતી. 


મંકીગેટ વિવાદઃ ભજ્જીએ આપ્યો જવાબ, કહ્યું- લેખક બની ગયો છે સાયમંડ્સ, સ્ટોરી વેંચી રહ્યો છે

મેન ઓફ ધ મેચ ક્રેગે કહ્યું કે, તેની ટીમ મોટી જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરી હતી. તેણે કહ્યું કે, સેમી ફાઇનલમાં હાર્યાના એક દિવસ બાદ આ મેચ માટે ટીમનું મનોબળ વધારવાનો પડકાર હતો, પરંતુ અમે નક્કી કરીને આવ્યા હતા કે ખાલી હાથે પરત ફરવું નથી અને મોટા અંતરથી જીત મેળવવી છે. છેલ્લા બે વિશ્વકપમાં પણ ચોથા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમે મેડલ માટે વધુ ચાર વર્ષની રાહ જોવી પડશે. તેણે 1986ના વિશ્વકપમાં સર્વશ્રેષઠ પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.