નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 વિશ્વકપ રમાવાનો છે. આ પહેલાં ક્રિકેટ ચાહકોને એક રસપ્રદ સિરીઝ જોવા મળી શકે છે. વિશ્વકપ માટે રવાના થતાં પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી શકે છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોક્સ સ્પોર્ટ્સના રિપોર્ટ પ્રમાણે- ઓસ્ટ્રેલિયા સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસ પર ત્રણ ટી20 મેચ રમશે અને આ સાથે ઝિમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ નિર્ધારિત ઓવર્સની સિરીઝની યજમાની કરશે. 


જો આ પ્રવાસ નક્કી થયો તો આઈપીએલ બાદ અને ટી20 વિશ્વકપ પહેલાં આ ભારતની ચોથી ટી20 સિરીઝ હશે. આઈપીએલ પૂર્ણ થયા બાદ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે અને બંને ટીમો વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝ રમાશે. આ સિરીઝ 9થી 19 જૂન વચ્ચે રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે બે ટી20 મેચ રમશે. 


આ પણ વાંચોઃ IPL 2022: 15 વર્ષમાં પહેલીવાર આવું બન્યું! મુંબઈ ઈન્ડિયન્સના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ


ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ પર પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ રમાશે. જે કોરોનાના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ટેસ્ટ મેચ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાશે. એટલે કે ભારતીય ટીમને વિશ્વકપનું કોમ્બિનેશન નક્કી કરવાની સારી તક મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube