World Cup 2019: સ્મિથ અને વોર્નરે અભ્યાસ મેચમાં કરવો પડ્યો વિરોધનો સામનો
ઓસ્ટ્રેલિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. જ્યારે ઓપનિંગ બેટ્સમેન વોર્નર કેપ્ટન ફિન્ચની સાથે બેટિંગ કરવા માટે ઉતર્યો તો કેટલાક દર્શકોએ તેનું હૂટીંગ કર્યું હતું.
સાઉથમ્પટનઃ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની શનિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આઈસીસી વિશ્વ કપ પ્રેક્ટિસ મેચમાં દર્શકોએ હૂટિંગ કરી હતી. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં એક વર્ષના પ્રતિબંધ બાદ વોર્નર અને સ્મિથે આ મહિનાની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. આ બંન્નનો પ્રતિબંધ 29 મેએ સમાપ્ત થયો હતો.
ઓસ્ટ્રેલિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. જ્યારે ઓપનિંગ બેટ્સમેન વોર્નર કેપ્ટન ફિન્ચની સાથે બેટિંગ કરવા માટે ઉતર્યો તો કેટલાક દર્શકોએ તેનું હૂટીંગ કર્યું હતું. એક દર્શક તે કહેતો જોવા મળ્યો, વોર્નર, ઠગ ચાલ્યો જા.
વોર્નર જ્યારે 43 રન પર આઉટ થયો ત્યારે પણ કેટલાક દર્શકો તેની વિરુદ્ધ બોલતા જોવા મળ્યા હતા. આ 17મી ઓવર હતી અને ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ પર 82 રન બનાવી લીધા હતા. સ્મિથ બેટિંગ કરવા માટે ઉતર્યો હતો.
વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર