ક્રાઇસ્ટચર્ચ: ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડને 71 રનથી હરાવીને સાતમી વાર આઇસીસી મહિલા વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો. ઓસ્ટ્રેલિયાની આખી ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમી. ઇગ્લેંડની કેપ્ટન હીથર નાઇટે ટોસી જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાએ બેટીંગ કરતાં ઇગ્લેંડ ટીમને જીતવા માટે 357 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. 


બોલરોએ કરી કમાલ
357 રનનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેંડ ટીમ ક્યારેય લયમાં જોવા મળી નહી. ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. ઇગ્લેંડ માટે નેટ સેવિયરે 148 રનની ઇનિંગ રમી, પરંતુ તે પણ પોતાની ટીમને જીત અપાવી શકી નહી. આ ઉપરાંત કોઇપણ અન્ય બેટ્સમેન 30 રન સુધી પહોંચી શક્યા નહી અને છેલ્લે આખી ટીમ 43.4 ઓવરમાં 285 રન પર આઉટ થઇ ગઇ. ઓસ્ટ્રેલિયા માટે એલાના કિંગએ ખતરનાક બોલીંગ કરતાં 3 વિકેટ પ્રાપ્ત કરી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube