સિડનીઃ યજમાન ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 66 રને હરાવી દીધુ છે. ઓસ્ટ્રેલિયાએ આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી 6 વિકેટ પર 374 રનનો સ્કોર બનાવ્યો. તેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટ પર 308 રન બનાવી શકી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે. બંન્ને ટીમો વચ્ચે બીજી વનડે 29 નવેમ્બર રવિવારે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

375 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સર્વાધિક 90 અને ઓપનર શિખર ધવને 74 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તેના સિવાય જોશ હેઝલવુડે 55 રન આપીને ત્રણ વિકેટ ઝડપી છે. 


ભારતની મજબૂત શરૂઆત
ભારત તરફથી મયંક અગ્રવાલ અને શિખર ધવને ઝડપી શરૂઆત કરી. બંન્નેએ 5 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા. મયંક અગ્રવાર 22 રન બનાવી હેઝલવુડના બોલને પુલ કરવાના પ્રયાસમાં ગ્લેન મેક્સવેલના હાથે કેચઆઉટ થઈ ગયો હતો. 


કોહલીને મળ્યું જીવનદાન ન ઉઠાવી શક્યો ફાયદો
પેટ કમિન્સના બોલ પર વિરાટ કોહલીએ પુલ શોટ રમ્યો. આ સાતમી ઓવરનો ત્રીજો બોલ હતો. ત્યારે શોટ હવામાં ગયો પરંતુ ઝમ્પાએ કેચ છોડી દીધો છે. ત્યારબાદ કોહલી સ્ટોયનિસની ઓવરમાં માત્ર 21 રન બનાવી આઉટ થયો હતો. 


Aus vs Ind: હાર્દિક પંડ્યાએ વનડેમાં પૂરા કર્યા 1000 રન, બનાવ્યો ખાસ રેકોર્ડ


રાહુલ-અય્યર સસ્તામાં આઉટ
કેએલ રાહુલ માત્ર 12 રન બનાવી ઝમ્પાની ઓવરમાં આઉટ થયો હતો. તો શ્રેયસ અય્યર માત્ર બે બોલનો સામનો કરી હેઝલવુડની ઓવરમાં કેચઆઉટ થયો હતો. 


ઓસ્ટ્રેલિયાની દમદાર રમત
આ પહેલા કેપ્ટન આરોન ફિન્ચ (114) અને સ્ટીવ સ્મિથ (105)ની શાનદાર સદીની મદદથી ભારતની સામે 375 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો છે. ફિન્ચે પોતાના ઓનપિંગ જોડીદાર ડેવિડ વોર્નર (69)ની સાથે પ્રથમ વિકેટ માટે 156 રનની ભાગીદારી નિભાવી અને પછી સ્મિથની સાથે બીજી વિકેટ માટે 108 રન જોડ્યા હતા. ગ્લેન મેક્સવેલે પણ 19 બોલમાં ઝડપથી 45 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 374 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર