સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે કહ્યુ કે, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ વગર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સિરીઝ જીતવી તેના માટે ખુબ મહત્વ રાખે છે. કોહલીએ મોટા શોટ લગાવવામાં માહેર હાર્દિક પંડ્યાના ક્ષમતાની પ્રશંસા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંડ્યાએ 22 બોલમાં 42 રનની અણનમ ઈનિંગ રમીને ભારતને છ વિકેટથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ત્રણ મેચોની આ સિરીઝમાં ભારતીય ટીમ 2-0થી આગળ છે. સિરીઝની ત્રીજી મેચ મંગળવારે રમાશે. કોહલીએ મેચ બાદ કહ્યુ, 'આ જીત ખુબ મહત્વ રાખે છે. ટી20 ક્રિકેટમાં અમે એક ટીમ તરીકે રમ્યા. ટીમમાં રોહિત અને બુમરાહ જેવા સીમિત ઓવરોના અનુભવી-નિષ્ણાંત ખેલાડી નથી, છતાં અમે સારૂ કરી રહ્યાં છીએ. તેનાથી મને ખુશી છે અને ટીમ પર ગર્વ છે.'


કેપ્ટને કરી પ્રશંસા
રોહિતને આઈપીએલ દરમિયાન સ્નાયુઓમાં ઈજા થઈ હતી અને બુમરાહને ટેસ્ટ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટને કહ્યુ કે, પોતાની શાનદાર બેટિંગથી મેન ઓફ ધ મેચ બનેલા પંડ્યા આવનાર વર્ષોમાં ટીમનો વિશ્વાસપાત્ર ખેલાડી બની શકે છે. કોહલીએ કહ્યુ, તે (પંડ્યા) 2016મા ટીમમાં પોતાની પ્રતિભાની મદદથી આવ્યો. તે પ્રતિભાશાળી છે. તેને ખ્યાલ છે કે આ તેનો સમય છે. તે આગામી ચાર-પાંચ વર્ષોમાં વિશ્વાસપાત્ર ખેલાડી બની શકે છે, જે ગમે ત્યાંથી મેચ જીતાડી શકે છે. તેની યોજના સારી છે અને મને તે જોઈને ખુશી થાય છે. 


AUSvsIND T20: સિડનીમાં ભારતનો ધમાકેદાર વિજય, શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ  


આઈપીએલને આપ્યો શ્રેય
તેણે કહ્યું, તેને તેનો અંદાજ છે કે તેના માટે ફિનિશર (અંતિમ ઓવરોમાં ટીમને જીત અપાવવાની ભૂમિકા)ની ભૂમિકા અને મેચ વિનિંગ ઈનિંગ રમવી જરૂરી છે. તે દિલથી રમે છે. તેનામાં પ્રતિસ્પર્ધાત્મક ભાવના છે અને સર્વોચ્ચ સ્તર પર તેને દેખાડવાની કળા પણ છે. કોહલીએ કહ્યું કે, એકદિવસીય સિરીઝ 1-2થી ગુમાવ્યા બાદ ખેલાડીઓએ એક થઈને ટી20 સિરીઝમાં વાપસી કરી. તેણે ટી20માં ભારતીય ટીમની મજબૂતીનો શ્રેય આઈપીએલને આપ્યો હતો. 


તેણે કહ્યું, હાલમાં દરેકે ઓછામાં ઓછી 14 મેચ રમી છે, તેવામાં તેની યોજના વિશે ખ્યાલ છે. નટરાજન શાનદાર રહ્યો અને શાર્દુલે સારી બોલિંગ કરી. હાર્દિકે શાનદાર રીતે મેચ સમાપ્ત કરી અને ધવને અડધી સદી ફટકારી. આ સંપૂર્ણ રીતે ટીમનો પ્રયાસ હતો. 


ઓસ્ટ્રેલિયાનાનો મોટો સ્કોર
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટ પર 194 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો પરંતુ ઈજાગ્રસ્ત ફિન્ચના સ્થાને મેચમાં આગેવાની કરનાર વેડે કહ્યુ કે, તેની ટીમે થોડા વધુ રન બનાવવાની જરૂર હતી. તેણે લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ રહેનાર બોલરો પર નારાજગી વ્યક્ત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર