નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સાથે આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ટીમ માટે સૌથી મોટી ચિંતા ખેલાડીઓની ઈજા છે. સિરીઝ પહેલા જ્યાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હતો તો પ્રવાસ પર પહોંચ્યા બાદ યુવા ઓપનર પૃથ્વી શો ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને આર.અશ્વિન પણ તે લાઇનમાં આવી ગયા હતા. આ બંન્ને ખેલાડીઓ બીજી ટેસ્ટમાં ટીમમાંથી બહાર રહ્યાં હતા. જાડેજાને લઈને હજુ પણ સવાલ ઉઠી રહ્યાં છે. પરંતુ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં શરૂ થઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા આવો જાણીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઈજાનું અપડેટ, જાણો કોઈ છે કેટલું ફિટ.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા
પીઠમાં ખેંચાવને કારણે પર્થ ટેસ્ટમાં ન રમ્યો. ત્યારબાદ કોઈ તપાસ થઈ નથી. અત્યાર સુધી સ્વસ્થ છે પરંતુ કોચ અનુસાર મેલબોર્ન ટેસ્ટ માટે હજુ રોહિતને લીલી ઝંડી આપવામાં આવી નથી. 


મયંક અગ્રવાલ
ઈજાગ્રસ્ત પૃથ્વી શોની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલ મયંક અગ્રવાલ મેલબોર્ન ટેસ્ટ રમવા માટે પ્રબળ દાવેદાર છે, પરંતુ રવિવારે પ્રેક્ટિસ દરમિયાન થ્રો ડાઉન નિષ્ણાંત આર રાઘવેન્દ્રનો એક બોલ તેના હાથ પર લાગી ગયો હતો. પરંતુ તેની ઈજા ગંભીર નથી. 



જાડેજાની 'ઈજા' પર વિવાદઃ શાસ્ત્રી અને BCCIના નિવેદનમાં વિરોધાભાસ, કોણ સાચુ, કોણ ખોટું?
 


હાર્દિક પંડ્યા
લાંબી ઈજા બાદ પંડ્યાની ટીમમાં વાપસી થઈ છે. રણજી ટ્રોફી મેચ રમીને પોતાની ફિટનેસ સાબિત કરી છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની ફિટનેસને લઈને સંપૂર્ણ રીતે સંતોષકારક જણાતું નથી. 



YEAR ENDER 2018: ફુટબોલમાં ભારત માટે શાનદાર રહ્યું વર્ષ,  U-20 ટીમે આર્જેન્ટીનાને હરાવ્યું 


આર. અશ્વિન
પેટની ડાબી જાપુ માંસપેશિઓના ખેંચાવને કારણે પર્થ ટેસ્ટમાંથી બહાર રહ્યો હતો. હજુપણ તે ફિટ નથી. ટ્રેનિંગ દરમિયાન રનઅપ વિના બોલિંગ કરી હતી. આગામી 48 કલાકમાં તેની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે.