AUS vs NZ: કોણ બનશે ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન, આંકડા કરી રહ્યાં છે ઓસ્ટ્રેલિયાની જીતનો ઈશારો
તમામ ટીમોને ચોંકાવતા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે આઈસીસી ટી20 વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે રવિવારે દુબઈના મેદાનમાં બંને ટીમ આ ટ્રોફી પ્રથમવાર જીતવાના ઈરાદા સાથે ઉતરશે.
દુબઈઃ ટી20 વિશ્વકપ 2021 હવે પોતાના છેલ્લા તબક્કામાં છે. લગભગ એક મહિનાના રોમાંચ બાદ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના રૂપમાં બે ટીમ મળી ચુકી છે, જે ફાઇનલ મુકાબલામાં આ ટ્રોફીને પ્રથમવાર હાસિલ કરવા માટે 14 નવેમ્બરની રાતે એકબીજા વિરુદ્ધ મેદાન પર ઉતરશે. કાંગારૂ ટીમે ટૂર્નામેન્ટમાં અજેય રહેલી પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો કીવી ટીમે ટાઇટલની પ્રબળ દાવેદાર મનાતી ઈંગ્લેન્ડને ધરાશાયી કરી ફાઇનલની ટિકિટ મેળવી છે. કાગળ પર અને પ્રદર્શન પ્રમાણે બંને ટીમ ખુબ દમદાર જોવા મળી રહી છે, પરંતુ જો ફટાફટ ક્રિકેટના આંકડાને જોઈએ તો આરોન ફિન્ચ પ્રથમવાર આ ટ્રોફી ઉપાડી શકે છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ ટી20 આંતરરાષ્ટ્રીયમાં અત્યાર સુધી 14 વખત એકબીજા સામે મેદાનમાં ઉતરી છે. જેમાંથી 9 વખત બાજી કાંગારૂ ટીમે મારી છે, જ્યારે કીવીના ખાતામાં માત્ર ચાર જીત છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આરોન ફિન્ચની ટીમની જીતની ટકાવારી 64.28 ટકા રહી છે. પરંતુ છેલ્લી પાંચ ટી20 મેચોની વાત કરવામાં આવી છે, તો કેનની ટીમને ત્રણવાર સફળતા મળી છે, જ્યારે કાંગારૂ ટીમ બે વખત જીતી છે. ઓ ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ દમદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ સ્ટેજમાં આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા જેવી ટીમોને હરાવી સેમીમાં જગ્યા બનાવી હતી. તો ન્યૂઝીલેન્ડ ભારત અને અફઘાનિસ્તાનને પરાજય આપ્યો હતો.
આ પણ વાંચોઃ આખરે ટીમ ઈન્ડિયાને મળ્યો રોહિત શર્મા જેવો ઓપનર! 24 વર્ષનો આ ખેલાડી બનશે નવો 'હિટમેન'
ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમવાર ટી20 વિશ્વકપના ફાઇનલમાં પહોંચી છે. કાંગારૂ ટીમ આ પહેલા 2010માં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ઈંગ્લેન્ડ સામે તેનો પરાજય થયો હતો. કેન વિલિયમસનની કીવી ટીમ છેલ્લા ત્રણ વર્ષામાં ત્રણેય ફોર્મેટના ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. જેમાં ટીમે આ વર્ષે જૂનમાં ભારતને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી હતી. તેવામાં ટીમ પાસે ફાઇનલ જેવી મોટી મેચ રમવાનો સારો અનુભવ છે. તો ઓસ્ટ્રેલિયા લાંબા સમય બાદ કોઈ આઈસીસી ઈવેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. તેવામાં ફિન્ચની આ ટીમ નવો ઈતિહાસ લખવા મેદાનમાં ઉતરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube