કેનબરાઃ અનુભવી પ્લેયર એલિસ પેસી (4 વિકેટ અને 49 રન)ના શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ત્રિકોણીય ટી20 સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમને રવિવારે 4 વિકેટે પરાજય આપ્યો છે. અનુભવી પેરી અને યુવા તાયલા વલામિન્કની ઘાતક બોલિંગની સામે ભારતીય બેટ્સમેનનો ધબડકો થયો અને ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 103 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 18.5 ઓવરમાં 6 વિકેટ પર 104 રન બનાવી 7 બોલ બાકી રહેતા લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

104 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની પેરીએ 47 બોલ પર 8 ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. એશ્લે ગાર્ડનરે 22 રનનું યોગદાન આપ્યું હતું. નિકોલા કેરી (9*)એ વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. પેરીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત માટે રાજેશ્વરી ગાયકવાડે 2 વિકેટ ઝડપી જ્યારે દીપ્તિ શર્મા, શિખા પાંડે, રાધા યાદવ અને અરૂંધતિ રેડ્ડીએ 1-1 વિકેટ ઝડપી હતી. 


ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરનારી ભારતીય મહિલા ટીમને પહેલા બેટિંગનું આમંત્રણ મળવા પર પોતાની અંતિમ સાત વિકેટ 25 રનની અંદર ગુમાવી હતી. ભારત તરફથી માત્ર સ્મૃતિ મંધાના (35), કેપ્ટન હરમનપ્રીત કૌર (28) અને દસમાં નંબરની બેટ્સમેન રાધા યાદવ (11) જ બે આંકડામાં પહોંચી શકી હતી. પેરીએ 4 ઓવરમાં 13 રન આપીને 4 અને વલામિન્કે 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.


શેલાફી વર્મા (5) અને જેમિમા રોડ્રિગ્જ (1) જલદી આઉટ થયા બાદ મંધાના અને હરમનપ્રીત કૌરે ત્રીજી વિકેટ માટે 40 રન જોડ્યા હતા. મંધાના આઉટ થવાથી આ ભાગીદારી તૂટી હતી. તેમ છતાં ભારતનો સ્કોર 13 ઓવર સમાપ્ત થવા પર ત્રણ વિકેટ પર 78 રન હતો અને તે સારી સ્થિતિમાં જોવા મળી રહી હતી પરંતુ પેરીએ આગામી ઓવરના પહેલા બોલ પર હરમનપ્રીતને થર્ડ મેન પર કેચ કરાવી હતી. પેરીએ તેજ ઓવરમાં તાનિયા ભાટિયા અને દીપ્તિ શર્માને પણ આઉટ કરી ત્યારબાદ ભારતીય ટીમ વાપસી ન કરી શકી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર