Aaron Finch Retirement: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન આરોન ફિંચે સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝિલેંડ વિરૂદ્ધ પોતાને અંતિમ 146મી અને અંતિમ વનડે ઇન્ટરનેશનલ મેચ રમશે. પરંતુ તે આગામી મહિને થનાર ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ યથાવત રાખશે. તેમણે કેપ્ટનશિપ છોડતાં ફેન્સને તગડો આંચકો લાગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Aaron Finch એ આપ્યું નિવેદન
આરોન ફિંચે પોતાના નિવેદનમાં કહ્યું કે 'અહીં સુધીની સફર શાનદાર રહી છે. હું કેટલીક વનડે ટીમોનો ભાગ બનવા માટે સૌભાગ્યશાળી રહ્યો છું. મને તે બધાના આર્શિવાદ મળ્યા છે અને સાથ મળ્યો છે, જેની સાથે હું ક્રિકેટ રમ્યો છું.' 


નવા કેપ્ટનને આપવામાં આવે તક
આરોન ફિંચે (Aaron Finch ) આગળ કહ્યું કે 'હવે સમય આવી ગયો છે કે આગામી કેપ્ટનને વલ્ડ કપની તૈયારી અને જીતવાની તક આપવામાં આવે. હું તે બધાનો આભારત વ્યક્ત કરું છું, જેમણે મને આ મુકામ સુધી પહોંચાડવામાં મારી મદદ કરી. આરોન ફિંચની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube