સિડની: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસન બિમારીના લીધે ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ રમાઇ રહેલી 3 મેચોની વન ડે સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. રિચર્ડસનના ગળામાં થોડી પરેશાની હતી, ત્યારબાદ તેમને વન ડે સીરીઝથી બહાર થવું પડ્યું છે. રિચર્ડસને પહેલી મેચમાંથી એક દિવસ પહેલાં બિમારી વિશે જાણકારી આપી હતી. ઓસ્ટ્રેલિયાઇ ટીમના મેડિકલ સ્ટાફે તેમની કોરોના વાયરસની તપાસ કરી, જેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટ ટીમના પ્રવક્તાએ કહ્યું કે ''અમે મેડિકલ ટેસ્ટના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. આગામી થોડા કલાકોમાં કેન સંપૂર્ણપણે ઠીક થઇ જશે અને ટીમ સાથે જોડાશે. ત્યાં સુધી અમે કોઇ નિવેદન આપીશું નહી.'' ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)એ પહેલાં જ જાહેરાત કરી દીધી છે કે ચેપલ-હેડલી સીરીઝ ખાલી સ્ટેડિયમોમાં કરાવવામાં આવશે. અહીં દર્શકોની હાજરી રહેશે નહી. તેમણે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમના દક્ષિણ આફ્રીક આફ્રિકાનો પ્રવાસ પણ રદ કરી દીધો છે. 


કોરોના વાયરસના ખતરાને જોતા દુનિયાભરમાં ઘણા આયોજનો રદ કરવામાં આવ્યા છે અથવા તો તેમને ખાલી સ્ટેડિયમોમાં દર્શકો વિના આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા રમત આયોજનોને ટાળી દેવામાં આવ્યા છે. ટોક્યો ઓલંપિક 2020 (Tokyo Olympic 2020) પર પણ આ બિમારીના લીધે ખતરો પેદા થઇ ગયો છે. જોકે ઓલંપિકના આયોજકોએ હાલ આ સમાચારોને નકારી કાઢ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube