Australian cricketer Tim David: ધુરંધર ઓપનર રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં સારી બેટિંગ કરી રહ્યો છે. આ સિરીઝમાં 3 મેચ થઈ ગઈ છે. જેમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે
 
222ના સ્ટ્રાઈક રેટથી ટીમ ડેવિડે બનાવ્યા રન 
પાકિસ્તાન સુપર લીગની એક મેચમાં રોહિત શર્માના સાથી ખેલાડી એટલે કે ટીમ ડેવિડે શાનદાર બેટિંગ કરી. ટિમ ડેવિડ IPLમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. ટિમ ડેવિડે PSL મેચમાં 222ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. તેણે માત્ર 27 બોલમાં 60 રન બનાવ્યા હતા. તેમ છતાં પણ ટીમ ડેવિડની ટીમ હારી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ ખેલાડી ટેસ્ટ સીરિઝની વચ્ચે પત્ની સાથે હોળી મનાવવા પહોંચ્યો હતો, સામે આવી તસવીરો


છેલ્લા બે વર્ષમાં હોમ ગ્રાઉન્ડ પર અશ્વિને બનાવ્યા વિરાટ કોહલી કરતા વધુ રન


રનનો વરસાદ થશે.... પિચ જોઈને સ્ટીવ સ્મિથ ખુશખુશ થઈ ગયો, કેવી હશે અમદાવાદની પીચ?
  
એક જ ઓવરમાં ફટકારી 4 સિક્સર
પોતાની પાવર હિટિંગથી બધાને પ્રભાવિત કરનાર ટિમ ડેવિડે મુલ્તાન સુલ્તાન માટે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે ઈસ્લામાબાદ યુનાઈટેડ સામેની મેચમાં રુમન રઈસની એક ઓવરમાં સતત 4 છગ્ગા ફટકાર્યા હતા. જો કે, ટિમ ટેવિડની શાનદાર ઇનિંગ્સ છતાં, મુલ્તાન સુલ્તાન્સને મેચમાં એક બોલ બાકી રહેતા 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.



ટીમ ડેવિડની બેટિંગનો વીડિયો થયો વાયરલ
પાકિસ્તાન સુપર લીગે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યો વીડિયો. રઈસની આ ઓવરમાં કુલ 30 રન થયા હતા. જેમાં ડેવિડે 4 સિક્સર ફટકારી હતી જ્યારે શાન મસૂદે એક ફોર ફટકારી હતી. રઈસની ઓવરનો પહેલો બોલ વાઈડ હતો, પછીના બોલ પર શાન મસૂદે ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર સિંગલ લઈને, સ્ટ્રાઈક ડેવિડને આપવામાં આવી. એટલામાં જ ટિમ ડેવિડના બેટમાં આગ લાગવા લાગી. તેણે સતત 4 સિક્સર ફટકારી હતી. તેણે મેચમાં માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મુલતાન સુલ્તાન્સે 20 ઓવરમાં 205 રન બનાવ્યા જે બાદ ઈસ્લામાબાદ યુનાઈટેડે 19.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.