વર્લ્ડ કપ 2019: સૌથી ઝડપી 150 વિકેટ, સ્ટાર્કે તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.
નોટિંઘમઃ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિશ્વ કપ 2019ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાનો 15 રને વિજય થયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. આ સાથે સ્ટાર્કે વનડે ક્રિકેટનો એક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
મિશેલ સ્ટાર્ક વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના ઓફ સ્પિનર સકલેન મુસ્તાકના નામે હતો. ત્યાં સુધી કે આ મેચની એક મેચ પહેલા બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વકપની 9મી મેચમાં ટ્રેન્ટ બોલ્ડ પણ આ યાદીમાં પહોંચી ગયો હતો. પરંતુ હવે તે ત્રીજા સ્થાન પર છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્ટાર્કે આ કીર્તિમાન 77 મેચોમાં હાસિલ કર્યો છે. તો મુસ્તાકે 78 વનડેમાં 150 વિકેટ ઝડપી હતી. જો આ મેચની વાત કરવામાં આવે તો સ્ટાક્રે 10 ઓવરમાં એક મેડનની સાથે કુલ 46 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ વનડે ક્રિકેટમાં સતત પોતાની દસમી અને વિશ્વકપ 2019માં બીજી જીત મેળવી છે.
નહીં હટે ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજ! BCCIની ચીઠ્ઠી બાદ નરમ પડ્યું ICC
સૌથી ઓછા મેચોમાં 150 વિકેટ ઝડપનાર બોલર
મિશેલ સ્ટાર્ક 77 મેચ
સલકેન મુસ્તાક 78 મેચ
ટ્રેન્ટ બોલ્ટ 81 મેચ
બ્રેટ લી 82 મેચ
અજંતા મેન્ડિસ 84 મેચ