Australian open 2019 : રોજર ફેડરર સતત 20માં વર્ષે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો
ગત મહિલા ચેમ્પિયન કૈરોલિન વોજ્નિયાકીએ પણ આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે તો આફ્રિકાના કેવિન એન્ડરસને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
મેલબોર્નઃ ગત ચેમ્પિયન રોજર ફેડરર અને કૈરોલિન વોન્જિયાકીએ પોત-પોતાના મુકાબલા અલગ અંદાજમાં જીતીને ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ફેડરરે સતત 20માં વર્ષે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે, પરંતુ બ્રિટનના ડોન ઇવાન્સ વિરુદ્ધ મુકાબલો 7-6, 7-6, 6- 3થી જીતવામાં તેણે ઘણી મહેનત કરવી પડી હતી.
20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરર મેલબોર્નમાં રેકોર્ડ સાતમો અને સતત ત્રીજો ખિતાબ જીતવાના ઈરાદાથી ઉતર્યો છે. તેણે પ્રથમ રાઉન્ડમાં ડેનિસ ઇસ્તોમિનને હરાવ્યો, પરંતુ બીજા રાઉન્ડમાં તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો. બે કલાક 35 મિનિટ સુધી ચાલેલા મેચમાં વિજય બાદ ફેડરરે કહ્યું, હું શરૂઆતથી દબાવ બનાવી શક્યો હોત તો સ્થિતિ જુદી હોત. હવે ફેડરરનો સામનો ફ્રાન્સના જાઇલ્સ મોંફિલ્સ કે અમેરિકાના ટેલર ફ્રિટ્સ સામે થશે.
તો પાંચમી રેન્કિંગ ધરાવતા આફ્રિકાના કેવિન એન્ડરસનને અમેરિકાના ફ્રાંસિસ ટિયાફોએ 4- 6, 6-4, 6-4, 7-5થી પરાજય આપ્યો હતો. હવે વિશ્વના 39માં નંબરના આ ખેલાડીનો સામનો ઇટાલીના આંદ્રિયાસ સેપ્પી સામે થશે.
છઠ્ઠી વરીયતા પ્રાપ્ત ક્રોએશિયાના મારિન ચિલિસે અમેરિકાના મૈકેંજી ડોનાલ્ડને પાંસ સેટોમાં પરાજય આપ્યો હતો. જે હવે સ્પેનના ફર્નાડો વર્ડાસ્કો સામે રમશે. ગ્રીસના સ્ટીફાનોસ ટીમ પણ સર્બિયાના વિક્ટર ટ્રોઇફીને હરાવીને આગામી રાઉન્ડમાં પહોંચી ગયો છે.
AUS OPEN: પેસ, રોહન-દિવિજ અને જીવન હાર્યા, મેન્સ ડબલ્સમાં ભારતના પડકારનો અંત
મહિલા સિંગલ્સમાં વોનન્જિયાકીએ સ્વીડનની જોહાના લાર્સનને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો. સ્લોએને સ્ટીફેન્સે ટિમિયા બાબોસને 6-3, 6-1થી પરાજય આપ્યો હતો.