Australian Open 2019: સ્ટોસુર-ઝાંગની જોડીએ જીત્યું મહિલા ડબલ્સનું ટાઇટલ
સામંથા સ્ટોસુર અને ઝાંગ શુઆઈની બિન વરીયતા જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના સામંથા સ્ટોસુર અને ચીનની ઝાંગ શુઆઇની જોડીએ હંગરીની ટિમિયા બાબોસ અને ફ્રાન્સની ક્રિસ્ટીના મ્લાદેનોવિચની ગત વિજેતા જોડીને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ડબલ્સનું ટાઇટલ જીતી લીધું છે. સ્ટોસુર અને શુઆઇએ બીજી વરીયતા પ્રાપ્ત જોડીને 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. પ્રથમવાર ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર શુઆઈએ કહ્યું, આ મારા માટે સપનું સાકાર થયા સમાન છે.
સ્ટોસુરનું આ ત્રીજુ ટાઇટલ છે. તે આ પહેલા અમેરિકાની લીજા રેમન્ડની સાથે 2005માં અમેરિકી ઓપન અને 2006માં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતી ચુકી છે.