મેલબોર્નઃ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. વર્લ્ડ નંબર-16 સેરેનાએ વિશ્વની નંબર એક ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપને 6-1, 4-6, 6-4થી પરાજય આપ્યો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં 12મી વખત અને કુલ 50મી વખત કોઈપણ ગ્રાન્ડસ્લેમના અંતિમ-8માં જગ્યા બનાવી છે. તો જાપાનની નાઓમી ઓસાકાએ પ્રથમવાર અંતિમ-8માં સ્થાન મેળવ્યું છે. તેણે લાતવિયાની અનસ્તાસિયા સેવસ્તોવાને હરાવી હતી. વિશ્વના ચોથા નંબરની ખેલાડી ઓસાકાએ 12મો રેન્ક ધરાવનાર સેવસ્તોવાને 4-6 6-3 6-4થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટરફાઇનલમાં તેનો સામનો યૂક્રેનની એલિના સ્વિતોલિયા સામે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો પુરૂષ સિંગલ્સમાં જર્મનીના એલેક્જેન્ડર જ્વેરેવ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અપસેટનો શિકાર બન્યો હતો. ચોથી વરીયતા પ્રાપ્ત જ્વેરેવને કેનેડાના મિલોસ રાઓનિકે ત્રણ સેટોમાં હરાવી દીધો હતો. 16મી વરીયતા પ્રાપ્ત રાઓનિકે આ મુકાબલો 6-1 6-1 7-6(5)થી જીત્યો હતો. 


પુરૂષોમાં ટોપ-5માં બે ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં હાર્યા 
જ્વેરેવ હારવાથી ટોપ-5માં બે ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ પહેલા ત્રીજી વરીયતા પ્રાપ્ત રોજર ફેડરરે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વનો નંબર-1 સર્બિયાનો નોવાક જોકોવિચ અને નંબર બે સ્પેનનો રાફેલ નડાલ ટાઇટલની રેસમાં છે. તો 5માં નંબરનો જુઆન માર્ટિન ડેલ પોત્રો ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહ્યો નથી. 


ફેડરરને OUT કરી ટેનિસ જગતમાં છવાઇ જનાર કોણ છે યૂનાની ખેલાડી?


સ્વીતોલિનાએ મેડિસન કીજને હરાવી
બીજી તરફ સ્વીતોલિયાએ પણ અંતિમ-8માં સ્થાન મેળવી લીધું છે. વિશ્વની સાતમાં નંબરની ખેલાડી સ્વીતોલિનાએ અમેરિકાની મેડિસન કીજને હરાવી હતી. તેણે આ મુકાબલો 6-2 1-6 6-1થી જીતી લીધો. કીજની વર્લ્ડ રેન્કિંગ 17 છે. મેચ જીત્યા બાદ સ્વીતોલિનાએ કોર્ટ પર ડાન્સ કર્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર