મેલબોર્નઃ વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન (australian open 2020) સોમવારથી અહીં રમાશે. ટૂર્નામેન્ટ 20 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રમાશે. પ્રથમવાર આ ટૂર્નામેનટ્ 1905માં રમાઇ હતી. આ ટૂર્નામેન્ટને શરૂઆતમાં ઓસ્ટ્રેલિસિયન ચેમ્પિયનશિપ કહેવામાં આવતી હતી. ત્યારબાદ 1927માં તેના નામમાં ફેરફાર કરીને ઓસ્ટ્રેલિયન ચેમ્પિયનશિપ કરી દેવામાં આવ્યું હતું. 1969માં એકવાર ફરી નામમાં ફેરફાર થયો અને ત્યારથી ઓસ્ટ્રેલિયન ઓપન કહેવાય છે. 115 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 3 ભારતીય ખેલાડીઓએ કુલ 8 ટાઇટલ જીત્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત તરફથી પ્રથમવાર લિએન્ડર પેસ આ ટૂર્નામેન્ટ જીત્યો હતો. તેણે વર્ષ 2003માં મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં અમેરિકાની માર્ટિના નવરાતિલોવાની સાથે ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ મહેશ ભૂપતિ 2006માં મિક્સ્ડ ડબલ્સમાં સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગિસની સાથે રમતા ચેમ્પિયન બન્યો હતો. ભારત માટે છેલ્લે 2016માં સાનિયા મિર્ઝા ચેમ્પિયન બની હતી. તેણે હિંગિસની સાથે ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 


ઈન્ડોર સ્ટેડિયમમાં રમાનાર આ પ્રથમ ગ્રાન્ડસ્લેમ
ચારેય ગ્રાન્ડ સ્લેમમાં આ પ્રથમ છે, જે ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયું હતું. 'ધ રોડ લેવર એરેના'માં વરસાદ કે વધુ ગર્મી દરમિયાન સ્ટેડિયમને ઉપરથી ઢાંકી દેવામાં આવે છે. 1987 સુધી અહીં ગ્રાસ કોર્ટ પર મુકાબલા થતાં હતા. ત્યારબાદથી હાર્ડ કોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પાછલા વર્ષે 7 લાખ 96 હજાર 435 દર્શકોએ સ્ટેડિયમમાં મેચ જોઈ હતી. 


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાળી પટ્ટી બાંધીને ઉતર્યા ભારતીય ખેલાડી, જાણો કારણ   


સેરેના ટાઇટલ જીતવા પર માર્ગરેટ કોર્ટની બરોબરી કરી લેશે
અમેરિકાની સેરેના વિલિયમ્સે અત્યાર સુધી 23 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે. તે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલામાં બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાની માર્ગેટ કોર્ટે સૌથી વધુ 24 ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યાં હતા. સેરેનાની પાસે તેના રેકોર્ડની બરોબરી કરવાની તક છે. તે સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ 7 વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચુકી છે. 


ફેડરરની પાસે જોકોવિચના 7 ટાઇટલની બરોબરી કરવાની તક
સર્બિયાના નોવાક જોકોવિચે સૌથી વધુ 7 વખત આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તે ઓપન એરા અને તેની પહેલા (1968થી પહેલા) બંન્ને મળીને ઓલટાઇમ નંબર-1 છે. આ મામલામાં સ્વિત્ઝર્લેન્ડનો રોજર ફેડરર અને ઓસ્ટ્રેલિયાના રોય ઇમર્સન 6-6 ટાઇટલની સાથે બીજા સ્થાન પર છે. ઇમર્સને પણ તમામ ટાઇટલ ઓપન એરામાં જીત્યા છે. ફેડરર છેલ્લે 2018માં અહીં ચેમ્પિયન બન્યો હતો. 


તેમાં કોઈ શંકા નથી કે ચેન્નઈ સુપરકિંગ્સ 2021માં ધોનીને રીટેન કરશેઃ શ્રીનિવાસન


નડાલ અને બાર્ટીને ટોપ સીડ, સેરેનાને આઠમી વરીયતા
વર્લ્ડ નંબર-1 અને 2009ના ચેમ્પિયન સ્પેનના રાફેલ નડાલ અને ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીને ટોપ સીડ મળી છે. નડાલ 20મું ગ્રાન્ડસ્લેમ જીતવા ઉતરશે. જો તે ચેમ્પિયન બની જાય તો સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર રોજર ફેડરરની બરોબરી કરી લેશે. જોકોવિચને બીજી, ફેડરરને ત્રીજા અને રૂસના દાનિલ મેદવેદેવને ચોથી સીડ આપવામાં આવી છે. તો મહિલાઓમાં ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવાને બીજી, જાપાનની નાઓમી ઓસાકાને ત્રીજી અને રોમાનિયાની સિમોના હાલેપને ચોથી વરીયતા મળી છે. સેરેનાને આઠમી વરીયતા આપવામાં આવી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર