આવતીકાલથી ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ, કરિયરનું 100મું ટાઇટલ જીતવા ઉતરશે ફેડરર
સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચ ખિતાબી જીતના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સોમવારથી વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ થશે. સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચ ખિતાબી જીતના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. 37 વર્ષીય રોજર ફેડરર જો ફાઇનલ મેચ જીતે તો આ તેનું 100મું એટીપી ટાઇટલ હશે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો ખેલાડી બની જશે. તેની પહેલા અમેરિકાના જિમી કોનર્સે 109 એટીપી ટાઇટલ જીત્યા છે.
ફેડરર કરી શકે છે જોકોવિચની બરાબરી
ફેડરરે છ ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા છે. આ મામલામાં તેની બરાબર જોકોવિચ અને ઓસ્ટ્રેલિયના રોય એમર્સન છે. ફેડરર જો આ વખતે ટાઇટલ જીતે તો તે સતત ત્રીજીવાર ખિતાબ જીતનાર ખેલાડી બની જશે. તેણે 2017 અને 2018માં આ ટાઇટલ જીત્યું હતું. ફેડરર પહેલા જોકોવિતે 2011 થી 2013 સુધી સતત ત્રણ વર્ષ આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
ફેડરર ટાઇટલ જીતનાર સૌથી મોટો ઉંમરનો ખેલાડી બની શકે છે
ફેડરર આ વર્ષે 27 જાન્યુઆરીએ જો ફાઇનલ જીતે તો આ ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની શકે છે. તે દિવસે તેની ઉંમર 37 વર્ષ પાંચ મહિના અને 20 દિવસની હશે. હાલમાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેન રોજવાલના નામે છે. તેણે 1972માં 37 વર્ષ અને 63 દિવસની ઉંમરે આ ટાઇટલ જીત્યું હતું.
Ind vs Aus: અંબાતી રાયડૂની બોલિંગ શંકાના ઘેરામાં, હવે થશે તપાસ
1000 સિંગલ્સ મેચ જીત્યો છે ફેડરર
ફેડરરે 11 જાન્યુઆરી 2015ના કરિયરની 1000મી મેચ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં જીતી હતી. હાલમાં તેના નામે 1180 જીત છે. તે પ્રથમ સ્થાને રહેલી જિમી કોનર્સથી 76 જીત દૂર છે. કોનર્સે કરિયરમાં 1256 મેચ જીતી છે.
દિગ્ગજ એન્ડી મરેને પોતાની સિદ્ધિ પર ગર્વ થવો જોઈએઃ ફેડરર
ફેડરર સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરૂષ ખેલાડી
ફેડરર સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પુરૂષ ખેલાડી છે. તેના નામે કુલ 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તેમાં 6 ઓસ્ટ્રેલિયન ઓપન, એક ફ્રેન્ચ ઓપન, 8 વિમ્બલ્ડન અને 5 યૂએસ ઓપન છે. આ મામલામાં બીજા સ્થાન પર 17 ગ્રાન્ડ સ્લેમની સાથે રાફેલ નડાલ છે. તેણે એક ઓસ્ટ્રેલિયન ઓપન, 11 ફ્રેન્ચ ઓપન, 2 વિમ્બલ્ડન અને ત્રણ યૂએસ ઓપન જીત્યા છે.