મેલબોર્નઃ પિયરે હ્યૂઝ હર્બર્ટ અને નિકોલસ માહુતે પાંચમી વરીય જોડીને રવિવારે અહીં ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં હેનરી કોટિંનેન અને જાન પીયર્સને સીધા સેટોમાં હરાવીને પોતાનું ચોથું પુરુષ ડબલ્સ  ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. હર્બર્ટ અને માહુતની ફ્રાન્સની જોડીએ ફિનલેન્ડના કોટિંનેન અને ઓસ્ટ્રેલિયાના પીયર્સની 12મી વરીયતા પ્રાપ્ત જોડીને 6-4, 7-6થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે હર્બર્ટ અને માહુતની જોડી ચાર મેજર ટૂર્નામેન્ટમાં ડબલ્સનું ટાઇટલ જીતનાર આઠમી જોડી બની છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીત બાદ હર્બર્ટે કહ્યું, નિકોલસ અને મે એક સાથે પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ 2015માં અહીં રમી હતી અને અમે ફાઇનલમાં પહોંચ્યા હતા. તેણે કહ્યું, હવે અમે બધા ગ્રાન્ડસ્લેમ જીતી લીધા છે. આ શાનદાર છે. માઇકલ લોડ્રા અને ફેબ્રિસ સાંતોરો બાદ હર્બર્ટ અને માહુલ ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતનાર બીજી ફ્રાંસની જોડી છે. લોડ્રા અને સાંતોરાએ 2003 અને 2004માં સતત બે વર્ષ આ ટાઇટલ જીત્યું હતું.