મેલબોર્નઃ અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ આગામી સપ્તાહથી શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયન ઓપનમાં મારગ્રેટ કોર્ટના 24 સિંગલ ગ્રાન્ડસ્લેમના રેકોર્ડની બરોબરી કરી શકે છે પરંતુ ઘણા દિગ્ગજો તેને પહેલાથી જ સર્વકાલિન સર્વશ્રેષ્ઠ મહિલા ટેનિસ ખેલાડી માને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાની કોર્ટે પોતાના 24 ગ્રાન્ડસ્લેમમાંથી 13 ટાઇટલ 1968 પહેલા જીત્યા હતા જ્યારે મહિલા ટેનિસ પણ ઓપન યુગ સાથે જોડાયું અને સંપૂર્ણ રીતે પ્રોફેશનલ બન્યું હતું. હવે 76 વર્ષની કોર્ટે 1960છી 1973 સુધી 24 સિંગલ ટાઇટલ જીત્યાં, જેમાં 11 ઓસ્ટ્રેલિયન ઓપન, પાંચ ફ્રેન્ચ ઓપન, ત્રણ વિમ્બલ્ડન અને પાંચ યૂએસ ઓપન સામેલ છે. 


સેરેનાએ 1998થી લઈને અત્યાર સુધી કુલ 23 સિંગલ ટાઇટલ જીત્યા છે. જેમાં સાત ઓસ્ટ્રેલિયન ઓપન, ત્રણ ફ્રેન્ચ ઓપન, સાત વિમ્બલ્ડન અને છ યૂએસ ઓપન સામેલ છે. પોતાના કરિયરમાં 18 ગ્રાન્ડસ્લેમ જીતનારી ક્રિસ એવર્ટનું માનવું છે કે, વર્તમાનમાં રમતના સ્તર પહેલાની તુલનામાં ઘણું સારૂ છે અને તુલના કરવી અયોગ્ય છે. 


ન્યૂઝીલેન્ડે ત્રીજી વનડેમાં લંકાને 115 રનથી હરાવ્યું, શ્રેણી 3-0થી કરી કબજે


એવર્ટે ગત વર્ષે સીબીએસને કહ્યું, સેરેના સર્વશ્રેષ્ઠ છે, તેમાં કોઈ શંકા નથી. અમે અમારા જમાનાના સર્વશ્રેષ્ઠ હતા અને સેરેના પોતાના યુગની સર્વશ્રેષ્ઠ છે. કોર્ટના 24 ટાઇટલ પર સેરેનાની નજર 2017 ઓસ્ટ્રેલિયન ઓપનથી લાગેલી છે. ત્યારે આઠ મહિનાની ગર્ભવતી હોવા છતાં તેણે ખિતાબ જીત્યો હતો. 


કોર્ટ તેનાથી પરેશાન નથી કે સેરેના તેના રેકોર્ડની બરોબરી કરી શકે છે કે તેને તોડી શકે છે. તેને સંતોષ છે કે, તેણે સિંગલ ટાઇટલ સિવાય 40 ગ્રાન્ડસ્લેમ ડબલ્સ ટાઇટલ પણ જીત્યા છે. 



ICC વર્લ્ડ રેન્કિંગ: ચેતેશ્વર પૂજારા ટોપ ત્રણમાં, પંતે કરી ભારતીય રેકોર્ડની બરોબરી 
 


તેણે કહ્યું, મને લાગે છે કે, કોઈપણ ખેલાડી મારા 64 ગ્રાન્ડસ્લેમના રેકોર્ડને તોડી શકશે નહીં. પરંતુ જો કોઈ 24થી વધુ સિંગલ્સ ટાઇટલ જીતશે તો બરોબર છે તે તેની હકદાર હશે.