સિડનીઃ જાપાનની મહિલા ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા (Naomi Osaka) એ જેન બ્રોડીને સીધા સેટોમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન 2021 (AUS OPEN 2021) નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. તેણે ફાઇનલ મુકાબલામાં 6-4, 6-3થી જીત મેળવી છે. આ તેનું બીજુ ઓસ્ટ્રેલિયન ઓપન, જ્યારે ઓવરઓલ ચોથુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. મહત્વનું છે કે ઓસાકાએ મહિલા સિંગલના પ્રથમ સેમિફાઇનલમાં 39 વર્ષીય સેરેનાને 6-3, 6-4થી હરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 મેચથી અજેય
આ પહેલા 2018માં યૂએસ ઓપનના ફાઇનલમાં સેરેનાને હરાવનારી ઓસાકા ચોથીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. તેણે પોતાના વિજય અભિયાનને 21 મેચો સુધી પહોંચાડી દીધું છે. જાપાનની ત્રીજી વરીયતા પ્રાપ્ત ઓસાકાએ પાછલા વર્ષે પણ યૂએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું, જ્યારે 2019માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube