મેલબોર્નઃ 17 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાની શાનદાર સફરને આગલ વધારતા સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સ્પેનિશ ખેલાડીએ વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના ફ્રાંસેસ ટિફોએને હરાવ્યો હતો. હવે સેમીફાઇનલમાં તેની ટક્કર સ્ટાફાંસો સિતસિપાસ સામે થશે. નડાલ આગામી બંન્ને મેચ જીતી જા તો તે 18 ગ્રાન્ડસ્લેમ જીતી લેશે. સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરરના નામે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ નંબર-2 રાફેલ નડાલ અને વર્લ્ડ નંબર-39 ફ્રાંસિસ ટિફોએ વચ્ચે મંગળવારે પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી. નડાલ રોડ લેવર એરેનામાં રમાયેલી મેચમાં ટિફોએને સીધા સેટમાં 6-3, 6-4, 6-2ને પરાજય આપ્યો હતો. રાફેલ નડાલને આ મેચ જીતવા માટે એક કલાક 47 મિનિટનો સમય લાગ્યો હતો. નડાલે આ મેચમાં 29 વિનર્સ લગાવ્યા હતા. તો ટિફોએએ 24 વિનર્સ લગાવ્યા હતા. નડાલે 11 એસેઝ લગાવી અને આ મામલે તે ટિફોએ કરતા આગળ રહ્યો હતો. 


બીજા ક્વાર્ટર ફાઇનલમાં ગ્રીસનો સ્ટાંફાસો સિતસિપાસે સ્પેનના રોબર્ટ બાતિસ્તા અગુને હરાવ્યો હતો. તેણે આ મેચ 7-5, 4-6, 6-4, 7-6 (7-2)થી જીતી હતી. સિતસિપાસ તે ખેલાડી છે, જેણે ફેડરરને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 


હવે યુવાનો રાહ જોવા ઈચ્છતા નથી
મેચ જીત્યા બાદ નડાલે કહ્યું, મેં થોડા સમય પહેલા કહ્યું હતું કે યુવા ખેલાડી થોડા દિવસ રાહ જોઈ શકે છે પરંતુ લાગે છે કે હવે તે રાહ જોવા ઈચ્છતા નથી. આવનારી પેઢી સાથે સમય પસાર કરવો શાનદાર રહેશે. તેનાથી રમત ખાસ બનશે, જોઈએ શું થાશે. ગત વર્ષે મને ટૂર્નામેન્ટમાં થોડી મુશ્કેલી થઈ હતી. એકવાર સેમીફાઇનલમાં સમય પસાર કરવો મારા માટે ઘણું છું. હું તમામનો આભાર વ્યક્ત કરૂ છું. 


ક્વિતોવા અને કોલિંગ પણ સેમીમાં
ચેક રિપબ્લિકની પેત્રા ક્વિતોવા અને અમેરિકાની ડેનિયલા કોલિંસ મહિલા સિંગલ્સના સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. ક્વિતોવાએ મંગળવારે યજમાન ઓસ્ટ્રેલિયાને એશ્લે બાર્ટીને હરાવી હતી. હવે તેનો સામનો અમેરિકાની ડેનિયલે કોલિંસ સામે થશે. કોલિંસે રૂસની અનાસ્તાસિયા પાબ્લુચેંકોવાને પરાજય આપ્યો હતો.