મેલબોર્નઃ વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનની 'ડ્રીમ ફાઈનલ' નક્કી થઈ ગઈ છે. પુરુષ સિંગલ્સની ડ્રીમ ફાઈનલમાં દુનિયાનો નંબર-1 અને નંબર-2 ખેલાડી સામ-સામે ટકરાશે. વર્લ્ડ નંબર-2 રાફેલ નાડાલે ગુરુવારે જ પોતાની સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું. શુક્રવારે વર્લ્ડ નંબર-1 જોકોવિચે સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્બિયાના નોવાક જોકોવિચે શુક્રવારે ફ્રાન્સના લુકાસ પાઉલીને સીધા સેટમાં 6-0, 6-2, 6-2થી હરાવ્યો હતો. વર્લ્ડ નંબર-30 લુકાસ પાઉલી ટેનિસ લિજિન્ડ ખેલાડી જોકોવિચ સામે માત્ર 1 કલાક અને 25 મિનિટ જ સંઘર્ષ કરી શક્યો હતો. જોકોવીચ છ વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતી ચૂક્યો છે. હવે તે સાતમી વખત ટાઈટલ માટે ઉતરશે. 


નોવાક જોકોવિચ 24મી વખત કોઈ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યો છે. તે અત્યાર સુધી 14 વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બન્યો છે, જ્યારે 9 વખત તેને ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 


INDvsNZ: મોઉનગુઇમાં ભારતને રોકવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું, જાણો ક્યાં અને કેવી રીતે જોશો મેચ


જોકોવિચ હવે રવિવારે ફાઈનલમાં રાફેલ નાડાલ સામે ટકરાશે. નાડાલે પણ વર્ષ 2009માં આ ટાઈટલ જીત્યું હતું. ત્યાર બાદ તે અહીં ચેમ્પિયન બની શક્યો નથી. જો નાડાલ ફાઈનલ જીતે છે તો આ તેનું બીજું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ હશે. તે અત્યાર સુધી 17 વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બની ચૂક્યો છે. એટલે કે, 18મા ટાઈટલથી માત્ર એક વિજય દૂર છે. પુરુષ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર (20)ના નામે છે. 


રાફેલ નાડાલે ગુરુવારે રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં ઉભરતા ટેનિસ ખેલાડી સ્ટીફાન્સો સિતસિપાસને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સિતસિપાસે ચોથા રાઉન્ડમાં વર્લ્ડ નંબર-3 રોજર ફેડરરને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો અપસેટ સર્જ્યો હતો. 


INDvsNZ: પ્રતિબંધ હટ્યા પછી ત્રીજી વનડેમાં મેદાનમાં ઉતરી શકે છે હાર્દિક પંડ્યા


મહિલા સિંગલ્સની ફાઈનલ ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા અને જાપાનની નાઓમી ઓસાકા વચ્ચે રમાવાની છે. બંને ખેલાડી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચી છે. નાઓમી ગયા વર્ષે અમેરિકન ઓપનમાં સેરેના વિલિયમ્સને હરાવીને યુએસ ગ્રાન્ડસ્લેમ પોતાને નામ કરી ચૂકી છે. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...