ઓસ્ટ્રેલિયન ઓપનઃ શાનદાર જીત સાથે સેરેનાનો બીજા રાઉન્ડમાં પ્રવેશ
સેરેના વિલિયમ્સે પોતાનું 23મું ગ્રાન્ડ સ્લેમ 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન તરીકે જીત્યું હતું. તે માર્ગરેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડથી માત્ર એક ટાઇટલ દૂર છે.
મેલબોર્નઃ અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સે જર્મનીની તતયાના મારિયાને સીધા સેટોમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. સેરેનાએ 49 મિનિટ સુધી ચાલેલા મેચને આસાનીથી 6-0, 6-2થી જીતી લીદી હતી. સેરેનાએ પોતાનું 23મું ગ્રાન્ડ સ્લેમ બે વર્ષ પહેલા અહીં જીત્યું હતું. તે માર્ગરેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડથી માત્ર એક ટાઇટલ દૂર છે.
સેરેનાએ તતયાના વિરુદ્ધ આ મુકાબલામાં પ્રથમ સેટ 6-0થી પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં જર્મનીની પ્લેયરે પ્રયત્ન કર્યો પરંતુ સેરેનાએ 6-2થી પોતાના નામે કરીને મેચ જીતી લીધી હતી.
AFC Asian cup: બહરીન સામે પરાજય થતા ભારતીય ફુટબોલ ટીમના કોચ કાંસ્ટેનટાઇને આપ્યું રાજીનામું
જીત બાદ તેણે કહ્યું, હું ગત વખતે અહીં રમી, ત્યારે હું ગર્ભવતી હતી. મારી તમામ સારી યાદો આ કોર્ટ પર છે. તે મારા કરિયરની સર્વશ્રેષ્ઠ જીત હતી અને અહીં પરત આવીને મને અહીં સારૂ લાગી રહ્યું છે.