મેલબોર્નઃ અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટરફાઇનલમાં હારી ગઈ છે. તેને ચેક ગણરાજ્યની કૈરોલિન પ્લિસ્કોવાએ 6-4, 4-6, 7-5થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે પ્લિસ્કોવા પ્રથમવાર સેમીફાઇનલમાં પહોંચી છે. તો સેરેનાનું 24માં ગ્રાન્ડસ્લેમ જીતવાનું સપનું તૂટી ગયું છે. હવે તેણે આ માટે ફ્રેન્ચ ઓપન સુધી રાહ જોવી પડશે. સેરેનાએ આ પહેલા પ્રી-ક્વાર્ટરફાઇનલમાં વર્લ્ડ નંબર-1 રોમાનિયાની સિમોના હાલેપને હરાવી હતી, પરંતુ તે આ મેચમાં સારૂ પ્રદર્શન કરવાથી ચુકી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ટેક્સ ચોરી મામલામાં જેલ જવાથી બચ્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 

 ઓસાકાએ સ્વિતોલિનાને હરાવી
બીજીતરફ જાપાનની નાઓમી ઓસાકા પ્રથમવાર સેમીફાઇનલમાં પહોંચી છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં યૂક્રેનની એલિના સ્વિતોલિનાને હરાવી હતી. ચોથી વરીયતા પ્રાપ્ત ઓસાકાએ છઠ્ઠી વરીયતા ખેલાડી સ્વિતોલિનાને 6-4, 6-1થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે છેલ્લા 25 વર્ષમાં તે ઓસ્ટ્રેલિયન ઓપનના અંતિમ-4માં પહોંચનારી પ્રથમ જાપાની મહિલા બની ગઈ છે. આ પહેલા કિમિકો ડેટ પહોંચી હતી.