મેલબોર્નઃ અમેરિકાની સોફિયા કેનિન અને સ્પેનની ગારબાઇન મુગૂરુઝા વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલ રમાશે. મુગૂરુઝાએ વર્લ્ડ નંબર-3 રોમાનિયાની સિમોના હાલેપને હરાવીને વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમના ફાઇનલમાં ગુરૂવારે પ્રવેશ કર્યો હતો. તેની પહેલા કેનિને અપસેટ સર્જતા વિશ્વની નંબર વન ખેલાડી એશલે બાર્ટીને હરાવીને બહાર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુગૂરુઝા અને કેનિન પ્રથમવાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. 14મી વરીયતા પ્રાપ્ત કનિનની આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હશે. 


બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન મુગૂરુઝાએ મહિલા સિંગલના સેમિફાઇનલમાં હાલેપને 7-6, 7-5થી પરાજય આપ્યો હતો. મુગૂરુઝા અઢી વર્ષ બાદ કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચી છે. સ્પેનિશ ખેલાડીએ બે કલાક પાંચ મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કર્યો હતો. મુગૂરુઝાને આ ટૂર્નામેન્ટમાં કોઈ સીડ મળી નહતી. 2014 બાદ આ પ્રથમવાર છે જ્યારે તેને કોઈ ટૂર્નામેન્ટમાં વરીયતા આપવામાં ન આવી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર