નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં સમલૈંગિક સંબંધો અને લગ્નને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયામાં પણ આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગરમ છે. આ જ કારણ છે કે 9 ડિસેમ્બર 2017ના સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા મળી ગઈ. ઓસ્ટ્રેલિયાની સંસદ મેરેજ અમેન્ડમેન્ટ એક્ટ 2017 પ્રમાણે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં એક સર્વે કરવામાં આવ્યો જેમાં 61.6 ટકા લોકોએ સમલૈંગિક લગ્નને સમર્થન આપ્યું. આ પહેલા સપ્ટેમ્બર 2004થી મે 2018 સુધી 22 વખત સમલૈંગિક લગ્નના પ્રસ્વાતને ઠુકરાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ગત વર્ષે ડિસેમ્બર 2017માં સમલૈંગિક લગ્નને મંજૂરી આપી દેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફેરફાર બાદ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર મૈગન શૂટે પોતાની સાથે જેસ હોલ્યોક સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પોતાની જીતનો જશ્ન મમનાવવા માટે શૂટે પોતાની પાર્ટનરની સાથે એક ફોટો ટ્વીટર પર શેર કર્યો. 


સૌથી તાજેતરનો મામલો એક અન્ય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જેસિકા જોનાસેનનો છે. જેણે પોતાની મહિલા પાર્ટનરની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. જેસિકાએ પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. 


તેણે લખ્યું. મને પોતાનું જીવન પસાર કરવા માટે આનાથી સારો પાર્ટનર કોઈ નહીં મળે. 



મહત્વનું છે કે જેસિકાએ 2012માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડ સાથે ટી20 મેચ સિડનીમાં રમવાની હતી. જેસિકાએ હાલમાં ભારત વિરુદ્ધની શ્રેણીમાં ભાગ લીધો. ડાબોડી ઓફ બ્રેક બોલર જેસિકા આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ખેલાડી હતી. તેણે આ શ્રેણીમાં ત્રણ મેચમાં 8 વિકેટ ઝડપી હતી.