મેલબોર્નઃ ડેવિડ વોર્નર ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી મહિને યોજાનારી ટી20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરશે, કારણ કે નિયમિત કેપ્ટન સ્ટીવ સ્મિથને આરામ આપવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર ટ્રેવન હોન્સે આજે જણાવ્યું કે, આફ્રિકા સામેની શ્રેણી અમારા માટે મહત્વપૂર્ણ છે. આ માટે અમે નિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ કે અમારી તૈયારી સર્વશ્રેષ્ઠ હોય અમે પ્રથમ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ મેચ રમીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મિથને આરામ આપવાને લઈને તેમણે કહ્યું કે, સ્મિથ આ સિઝનમાં ખુબ વ્યસ્ત રહ્યો અને દક્ષિણ આફ્રિકા જતા પહેલા તેને નાના બ્રેકથી તેને માનસિક અને શારીરિક રૂપથી ફાયદો મળશે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પડતો મુકાયેલ ગ્લેન મેક્સવેલને ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સિડની સિક્સરના ફાસ્ટ બોલર બેન ડ્વારિસ, એડિલેડ સ્ટ્રાઈકરના વિકેટકિપર એલેક્સ કેરી અને હોબાર્ટ હેરિકેન્સના હાર્સી શોર્ટને પ્રથમવાર ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ત્રિકોણીય શ્રેણી 3 થી 21 ફેબ્રુઆરી ચાલશે. 


ત્રિકોણીય શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ 


ડેવિડ વોર્નર (કેપ્ટન), એરોન ફિન્ચ, એશટન અગર, એલેક્સ કેરી, બેન ડ્વારિસ, ટ્રેવિસ હેડ, ક્રિસ લિન, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, ડાર્સી શાર્ટ, બિલી સ્ટેનલેક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રુ ટાય અને એડમ ઝમ્પા. 



દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે હાલેન્ડ, રિચર્ડડસનનો ઓસિ ટીમમાં સમાવેશ 


સ્પિનર જાન હોલેન્ડ અને ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને આગામી મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાના 15 સભ્યોની ટીમમાં જગ્યા આપવામાં આવી છે. વિક્યોરિયાના ડાબોડી 30 વર્ષિય સ્પિનરે ઓસ્ટ્રેલિયા માટે 2016માં શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટ રમી હતી. હાલમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. 


વિશ્વની બિજા નંબરની ટેસ્ટ ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચાર ટેસ્ટની શ્રેણી માટે 21 વર્ષના ફાસ્ટ બોલર રિચર્ડસનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. એસિઝ શ્રેણીમાં 25.57ની એવરેજથી માત્ર 179 રન બનાવનાર ઓપનિંગ બેટ્સમેન કેમરન બેનક્રાફ્ટ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, ટેસ્ટ ટીમના તમામ ખેલાડીઓ 15 ફેબ્રુઆરીએ આફ્રિકા જવા રવાના થશે. તેમાં ડેવિડ વોર્નર સામેલ નથી. જે ટી20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. 


આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે જાહેર થયેલી ઓસ્ટ્રેલિયન ટીમ
 

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, કેમરન બેનક્રાફ્ટ, જેકસન બર્ડ, પેટ કમિન્સ, પીટર ડેન્ડકોબ, જોશ હેઝલવુડ, જોન હોલેન્ડ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, મિશેલ માર્શ, શોન માર્શ, ટીમ પાઇને, ઝાય રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક