IND vs SA: ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી T20 મેચમાં ભારતની કારમી હાર થઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 212 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઊતરેલી આફ્રિકન ટીમની શરૂઆત સારી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર આવેશ ખાને સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં પોતાની સ્પીડથી એવો કહેર વરસાવ્યો કે સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો જોતા જ રહી ગયા. ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર આવેશ ખાને પોતાના એક ઘાતક બોલથી આફ્રિકી બેટ્સમેન રાસી વેન ડર ડુસેનના બેટના બે ફાડિયા કરી મૂક્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.


આવેશ ખાનની ઘાતક બોલે બેટના કર્યા બે ટુકડા
પોતાના બેટના આવા હાલ જોઈને રાસી વેન ડર ડુસેન પણ આશ્ચર્યમાં મૂકાયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જોકે, બન્યું એવું કે સાઉથ આફ્રિકાની ઈનિંગની 14મી ઓવરમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર આવેશ ખાને બોલિંગ કરી હતી. જેમાં ત્રીજો બોલ એટલી સ્પીડે ફેંક્યો હતો કે રાસી વેન ડર ડુસેનના બેટના બે ફાડિયા થઈ ગયા. ત્યારબાદ નવું બેટ મંગાવવામાં આવ્યું હતું, ત્યારબાદ આફ્રિકન બેટર રાસી વેન ડર ડુસેને કહેર વરસાવીને રનનો વરસાદ કરી મૂક્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube