Asia Cup 2022: ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી થયો બહાર
Ravindra Jadeja: એશિયા કપમાં ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાજેજા ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
દુબઈઃ દુબઈમાં એશિયા કપ-2022 ચાલી રહ્યો છે. ભારતીય ટીમ સુપર-4માં એન્ટ્રી કરી ચુકી છે. પરંતુ ટૂર્નામેન્ટની મહત્વની મેચો પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ માહિતી આપી છે. જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અક્ષર પટેલ રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સાથે છે.
ઈજાને કારણે જાડેજા બહાર
ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે જાડેજાને ઘુંટણમાં ઈજા છે અને તે ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં. બીસીસીઆઈની મેડિકલ ટીમ જાડેજા પર નજર રાખી રહી છે. તો અખિલ ભારતીય પસંદગી સમિતિએ જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube