અબુ ધાબીઃ પાકિસ્તાનના ક્રિકેટર રમતની સાથે-સાથે પોતાની વિચિત્ર હરકતો અને ભૂલો માટે પણ પ્રખ્યાત છે. આવું જ કંઈ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં જોવા મળ્યું. પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી શોટ માર્યા બાદરન પુરો કરવાને બદલે તેના સાથી ખેલાડી સાથે ક્રીઝની વચ્ચે ઊભો રહીને આરામથી વાતો કરવા લાગ્યો. આ દરમિયાન તેને ખબર જ પડી નહીં અને ઓસ્ટ્રેલિયાએ તેને રન આઉટ કરી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોટ રમીને પીચ પર ઊભો રહી ગયો અઝહર
ક્રિકેટના મેદાન પર પાક-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે એક વિચિત્ર ઘટના જોવા મળી. ગુરૂવારે લંચ બ્રેકના થોડા સમય પહેલાં પાકિસ્તાનનો સ્કોર 52.2 ઓવરે ત્રણ વિકેટે 160 રન હતો. અઝહર અલીએ પીટર સિડલના બોલ પર પોઈન્ટ અને ગલી વચ્ચેથી કટ શોટ માર્યો. બોલ બાઉન્ડ્રી લાઈન તરફ ગયો અને અઝહર અલી રન લેવા દોડ્યો. પછી અઝહર અલી અચાનક જ પીચની વચ્ચે ઊભો રહીને સાથી ખેલાડી અસદ શફીક સાથે વાતો કરવા લાગ્યો. 



સ્ટાર્કના થો પર ટિમ પેને વિકેટ પાડી
અઝહર અલીને કદાચ એમ લાગ્યું હતું કે બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર જતો રહ્યો છે. જોકે, ખરેખર બોલ બાઉન્ડ્રી લાઈનની નજીક જઈને અટકી ગયો હતો. બોલ પાછળ દોડેલા ફિલ્ડર સ્ટાર્કે બોલને બાઉન્ડ્રી લાઈનથી બે ફુટ અગાળથી બોલ ઉઠાવ્યો અને વિકેટકીપર ટિમ પેનને આપ્યો. કેપ્ટન ટિમ પેને ચુપ-ચાપ વિકેટ પાડી દીધી. 


ઉજવણી શરૂ થતાં અઝહરને વાસ્તવિક્તા ખબર પડી
અઝહર અલીને તે આઉટ થયો છે એ વાતની ત્યારે ખબર પડી જ્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ તેની ઉજવણી શરૂ કરી દીધી હતી. અઝહર 64 રને આઉટ થયો. આ પહેલાં તેણે ફખર ઝમાં સાથે 91 અને હેરિસ સોહેલ સાથે 48 રનની ભાગીદારી કરી હતી. 



33 વર્ષનો અઝહર અલી પાકિસ્તાનના સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે. 67 ટેસ્ટમાં 5,303 રન બનાવી ચૂક્યો છે, જેમાં 14 સદી પણ ફટકારી છે. એક અનુભવી ખેલાડી આટલી મોટી ભુલ કરે તે માન્યામાં આવતું નથી.