Asia Cup 2023: બાબર આઝમે વનડે ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કોહલી અને અમલાને છોડ્યા પાછળ
Babar Azam World Record: પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ શાનદાર ફોર્મમાં છે. બાબરે એશિયા કપની પ્રથમ મેચમાં નેપાળ સામે સદી ફટકારી છે. આ સદી ફટકારવાની સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Babar Azam: એશિયા કપ 2023ની પ્રથમ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આક્રમક અંદાજ દેખાડ્યો છે. બાબર આઝમે નેપાળ વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી મેચમાં શાનદાર સદી ફટકારી છે. બાબર આઝમે ત્રીજા ક્રમે બેટિંગ કરતા 109 બોલમાં સદી ફટકારી હતી. બાબર આઝમના વનડે કરિયરની આ 19મી સદી છે. બાબર આઝમ પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટરોના લિસ્ટમાં 19 સદી સાથે પ્રથમ સ્થાને છે. પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પૂર્વ બેટર સઈદ અનવરના નામે છે. સઈદ અનવરે પાકિસ્તાન માટે વનડે ક્રિકેટમાં 20 સદી ફટકારી છે.
બાબર આઝમે વનડે ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
નેપાળ વિરુદ્ધ મુલ્તાનમાં રમાઈ રહેલી એશિયા કપ 2023ની પ્રથમ મેચમાં બાબર આઝમે વનડે કરિયરની 19મી સદી પટકારી છે. આ સાથે પાકિસ્તાનના કેપ્ટને એક મોટો રેકોર્ડ તેના નામે કરી લીધો છે. બાબર આઝમ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 19 સદી ફટકારનાર બેટર બની ગયો છે. બાબર આઝમે આ મામલા આફ્રિકાના હાશિમ અમલા અને ભારતના વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. બાબર આઝમ અંતમાં 131 બોલમાં 151 રન બનાવી આઉટ થયો હતો. બાબરે પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી.
Asia Cup પહેલાં અચાનક કેમ વાળ કપાવવા બેઠાં કોહલી સહિતના ખેલાડીઓ? જુઓ New Look
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાબર આઝમનો રેકોર્ડ
1. વનડે - 19 સદી
2. ટેસ્ટ - 9 સદી
3. T20I - 3 સદી
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 31 સદી ફટકારી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube