World Cup 2023: બાબર આઝમને સુકાનીપદેથી હટાવો, સતત હાર બાદ પાકિસ્તાનમાં ગભરાટ
World Cup 2023: અફઘાનિસ્તાન સામે આશ્ચર્યજનક હારે પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની સ્થિતિમાં પહોંચાડી દીધું છે, કારણ કે સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે તેણે પોતાની બાકી તમામ મેચ જીતવી પડશે.
કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ ટીમની વિશ્વકપમાં સતત ત્રીજી હાર માટે કેપ્ટન બાબર આઝમ અને અન્ય ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને દોષી ઠેરવ્યું છે. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ બાબરને કેપ્ટન પદેથી હટાવી શાહીન શાહ આફ્રિદીને આ જવાબદારી સોંપવાની અપીલ કરી છે. ભલે તે વસીમ અકરમ હોય, મિસ્બાહ ઉલ બક, રમીઝ રાજા, રાશિદ લતીફ, મોહમ્મદ હફીઝ, આકિબ જાવેદ, શોએબ મલિક, મોઈન ખાન કે શોએબ અખ્તર, આ બધા પૂર્વ ક્રિકેટરોએ ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાનની હાર માટે બાબરને દોષિ ઠેરવ્યો છે. અફઘાનિસ્તાને સોમવારે ચેન્નઈમાં પાકિસ્તાનને આઠ વિકેટે હરાવી વિશ્વકપમાં તેના માટે મુશ્કેલી વધારી દીધી છે.
બાબરે હાર બાદ અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટર રહમનુલ્લાહ ગુરબાઝને બેટ સોંપ્યું હતું જે પૂર્વ ક્રિકેટરોને પસંદ આવ્યું નહીં. આકિબે કહ્યું કે બાબરની જગ્યાએ આફ્રિદીને ટીમનો કેપ્ટન બનાવી દેવો જોઈએ. તેમણે કહ્યું- આફ્રિદી પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય છે. બાબર નિર્ધારિત ઓવરોના ક્રિકેટમાં ખુદને એક સારો કેપ્ટન સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. વસીમ અકરમે કહ્યુ- અફઘાનિસ્તાન વિરુદ્ધ ખેલાડીઓની ફીલ્ડિંગ અને હાવભાવ ખુબ ખરાબ હતો. તે 283 રનના ટાર્ગેટનો બચાવ કરી શક્યા નહીં. બોલિંગ ખુબ સાધારણ લાગી રહી હતી અને ફીલ્ડિંગનું સ્તર ખરાબ હતું.
Quinton de Kock: ડીકોકે વિશ્વકપ-2023માં ફટકારી ત્રીજી સદી, બનાવ્યો આ રેકોર્ડ
બાબર આઝમે પણ સ્વીકારી ભૂલ
અફઘાનિસ્તાન વિરુદ્ધ આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓએ ખુબ ખરાબ ફીલ્ડિંગ કરી હતી. બાબરે મેચ બાદ સંવાદદાતા સંમેલનમાં કહ્યું- તમે જ્યારે પણ ફીલ્ડિંગ કરો છો તો જુસ્સા સાથે કરો છો. મને ટીમ તરફથી કોઈ વલણ જોવા મળ્યું નહીં. તમારે બોલ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, અન્ય વિચારો પર નહીં. જ્યારે બોલ આવે છે તો એક ફીલ્ડરના રૂપમાં તમારે સક્રિય રહેવું પડશે. તેવામાં મને લાગે છે કે ફીલ્ડિંગના મામલામાં અમે થોડા પાછળ ચાલી રહ્યાં છીએ.
નસીમ શાહની ખોટ પડી
પાકિસ્તાનનું ફાસ્ટ બોલિંગ આક્રમણ દુનિયામાં સર્વશ્રેષ્ઠમાંથી એક માનવામાં આવે છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તે આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહીં. બાબરે સ્વીકાર કર્યો કે ફાસ્ટ બોલર નસીમ શાહની ગેરહાજરીમાં ટીમને ખુબ નુકસાન થયું છે. તેમણે કહ્યું- આપણને નસીમની ખોટ પડી રહી છે. આ સિવાય અમારી બોલિંગ લાઇનઅપ દુનિયામાં બેસ્ટ છે. મને લાગે છે કે તે ચાલી રહ્યાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube