ઈસ્લામાબાદઃ Pakistan Cricket Captain Babar Azam: પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં તેની આગેવાનીમાં પાકિસ્તાની ટીમે ઘરેરૂ સિરીઝમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજીતરફ સોશિયલ મીડિયા પર કેટલાક પર્સનલ વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં દેખાતો વ્યક્તિ બાબર આઝમ છે. તેનાથી બાબર આઝમના હની ટ્રેપમાં ફસાવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ તસવીર
ટ્વિટર પર  @niiravmodi એકાઉન્ટ પરથી વીડિયો અને ફોટો શેર કરવામાં આવ્યા છે અને તે દાવો કરવામાં આવ્યો છે કે તેમાં જોવા મળતો વ્યક્તિ બાબર આઝમ છે અને બીજા પાકિસ્તાની ક્રિકેટરની ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યો છે. આ તસવીરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- જે તે કર્યું છે તે તને પરત મળે. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. પરંતુ હજુ સુધી બાબર આઝમે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 


Women IPL ના મીડિયા અધિકારો માટે 951 કરોડની ઐતિહાસિક ડીલ, BCCIને બખ્ખાં


નઝમ સેઠીના પીસીબી ચેરમેન અને શાહિદ આફ્રિદીના અંતરિમ ચીફ સિલેક્ટર બન્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઘણા ફેરફાર થયા છે. ટીમમાં શાન મસૂદને વાઇસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube