T20 World Cup માં ભારતીય ટીમ 5 જૂનથી પોતાનું કેમ્પેઈન શરૂ કરશે. ભારતની પહેલી મેચ આયરલેન્ડ સામે ન્યૂયોર્કમાં રમાશે. જ્યારે 9 જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ છે. એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ફેન્સની એવી ઈચ્છા છે કે ભારત આઈસીસી ટ્રોફીનો જે દુકાળ પડી ગયો છે તેનો અંત લાવે. આ માટે ફેન્સ પણ એવું ઈચ્છશે કે ત્યાં સુધી ભારતીય ટીમ પૂરેપૂરી રીતે ફીટ રહે અને આવનારા વિશ્વ કપની મન દઈને તૈયારી કરે. પરંતુ ટીમની જાહેરાત થતા જ ફેન્સ માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા ફીટ નથી?
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ઈજાનો ઈતિહાસ જૂનો છે. બુમરાહે ઈજાના કારણે જ 2022 ટી20 વર્લ્ડ કપ ગુમાવ્યો હતો. તેણે પછી એક વર્ષ બાદ વાપસી કરી હતી. બીજી બાજુ 2023 વનડે વર્લ્ડ કપ વચ્ચે પંડ્યા ઈજાગ્રસ્તથઈને ટીમની બહાર થયો હતો. આ પહેલા પણ તેઓ ઈજાગ્રસ્ત થયેલા છે. આથી આ બંને ખેલાડીઓને ઈને ભારતીય ટીમ ટેન્શનમાં રહે છે કે ક્યાંક તેઓ પાછા અનફીટ ન થઈ જાય. પરંતુ હવે કેપ્ટન રોહિત શર્માની ફિટનેસે ચિંતામાં નાખ્યા છે. 


મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર પીયુષ ચાવલાએ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચ બાદ જણાવ્યું હતું કે તેમની (રોહિત)ની પીઠમાં હળવો દુખાવો છે. હકીકતમાં જ્યારે રોહિત શર્મા ફિલ્ડિંગ માટે મેદાનમાં ન આવ્યા તો ત્યારે જ આશંકા જતાવવામાં આવી હતી કે તેમને કોઈ સમસ્યા છે. મેચ પૂરી થયા બાદ પીયુષ ચાવલાએ તેમને કમરમાં દુખાવો થવાની પુષ્ટિ કરી હતી. પીયુષ ચાવલાએ કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. કારણ કે 'હિટમેન'ને હળવો દુખાવો છે. આથી કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોહિત શર્માને ટીમના ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતારવામાં આવ્યા હતા. 


મુંબઈ ઈન્ડિયન્સ 11માંથી 8 મેચ હારીને ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ ઉપરાંત ટી20 વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ પણ 4 અઠવાડિયા બાકી છે. આવામાં તેમની પાસે પૂરેપૂરી તક હશે કે  તેઓ આરામ કરીને સંપૂર્ણ રીતે ફીટ થઈ શકે. અત્રે જણાવવાનું કે રોહિત શર્માએ આ સીઝનમાં 11 મેચમાં 326 રન કર્યા છે. જેમાં એક સદી પણ સામેલ છે. પોતાની ટીમ તરફથી આઈપીએલ 2024માં સૌથી વધુ રન  બનાવનારા તેઓ બીજા ખેલાડી છે. 


ઈંગ્લેન્ડ સીરીઝમાં પણ થઈ હતી સમસ્યા
રોહિત શર્માને પીઠની સમસ્યા ઘણી જૂની છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન પણ તેમણે આવા દુખાવાનો સામનો કરવો પડ્યો છે. ધર્મશાળામાં રમાયેલી છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે તેમને આ સમસ્યા થઈ હતી. ત્યારબાદ તેઓ ફિલ્ડિંગ કરવા આવ્યા નહતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube