Badminton: સિંધુ અને શ્રીકાંત ચાઇના ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
સિંધુએ 2016માં પ્રથમવાર ચીન ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને કિબાંબી શ્રીકાંત ચીન ઓપનના ક્રમશઃ મહિલા અને પુરૂષ વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. વર્લ્ડ નંબર-3 સિંધુએ મહિલા સિંગલ્સના પ્રી-ક્વાર્ટરમાં થાઈલેન્ડની બુસાનાને પરાજય આપ્યો, જ્યારે વર્લ્ડ નંબર-9 શ્રીકાંતે પુરૂષ સિંગલ્સમાં ઈન્ડોનેશિયાના ટોમી સુગિયાર્ટોને હરાવ્યો હતો.
સિંધુએ 2016માં પ્રથમવાર ચીન ઓપનનું ટાઇટલ કબજે કર્યું હતું. તેણે વર્લ્ડ નંબર-26 બુસાનનાને 37 મિનિટો સુધી ચાલેલા મુકાબલામાં 21-12, 21-15થી પરાજય આપીને અંતિમ-8માં પ્રવેશ કર્યો છે. બુસાનાન વિરુદ્ધ સિંધુની આ 10મી જીત છે. થાઈલેન્ડની ખેલાડી વિરુદ્ધ 10 મેચોમાં તેણે તમામ મુકાબલા જીત્યા છે. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુની ટક્કર ચીનની ખેલાડી બિંગજિયાઓ સામે થશે.
Hockey World Cup: ભારતીય ટીમની જાહેરાત, મનપ્રીત સિંહને સોંપાઇ ટીમની કમાન
શ્રીકાંતે વર્લ્ડ નંબર-10 સુગિયાર્ટોને 45 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 10-21, 21-9, 21-9થી પરાજય આપીને અંતિમ-8માં જગ્યા બનાવી છે. સુગિયાર્ટો અને શ્રીકાંતનો સામનો બે વર્ષ બાદ એક-બીજા વિરુદ્ધ થયો હતો. અત્યાર સુધી બંન્ને વચ્ચે રમાયેલા 6 મેચમાં સ્કોર 3-3થી બરાબર થઈ ગયો છે. ક્વાર્ટર ફાઇનલમાં હવે ભારતીય ખેલાડીનો સામનો શુક્રવારે ચીની તાઇપેના ખેલાડી ચોઉ તિએન ચેન સામે થશે.
ભારત વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, સ્ટાર્ક અને લિયોનને અપાયો આરામ