ઇંચિયોનઃ ભારતની ટોપ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)એ અહીં ચાલી રહેલી કોરિયા ઓપન સુપર 500 (Korea Open Super 500)ના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સિંધુને વર્લ્ડ નંબર-11 અમેરિકાની બિએવેન ઝાંગ વિરુદ્ધ ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં  7-21, 22-24, 15-21થી હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે સિંધુ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડથી બહાર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં રમાયેલી વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી પાંચમો રેન્ક ધરાવતી સિંધુએ પ્રથમ ગેમ જીતીને મુકાબલામાં લીડ મેળવી હતી, પરંતુ બાકી બે ગેમમાં તે હારી હતી. બંન્ને ખેલાડીઓ વચ્ચે આ મુકાબલો 56 મિનિટ ચાલ્યો હતો. બીજી ગેમમાં પણ સિંધુનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. 


પરંતુ તે મેચ પોઈન્ટનો ફાયદો ન ઉઠાવી શકી અને ઝાંગે સંયમ દેખાડતા આ ગેમ જીતીને મુકાબલો બરોબરી પર લાવી દીધો હતો. અમેરિકી ખેલાડી ત્રીજી ગેમમાં પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવી મળી અને તેણે કોઈ ભૂલ કર્યા વિના મુકાબલો જીતી લીધો હતો. છેલ્લી ચાર મેચમાં સિંધુ વિરુદ્ધ ઝાંગનો આ પ્રથમ વિજય છે. 


સિંધુ સતત બીજીવાર કોઈ ટૂર્નામેન્ટમાં ઝડપી બહાર થઈ ગઈ છે. 24 વર્ષીય સિંધુ પાછલા સપ્તાહે ચીન ઓપન સુપર 1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પણ બહાર થઈ ગઈ હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર