નવી દિલ્હીઃ લંડન ઓલમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઇના નેહવાલે નવા સિઝનના પ્રથમ ત્રિમાસીકગાળામાં મહિલા સિંગલ્સમાં સર્વાધિક કમાણી કરનાર ખેલાડીઓમાં બીજા સ્થાન પર છે. હૈદરબાદની 28 વર્ષની આ ખેલાડીએ પોતાના કરિયરની કમાણીમાં આ વર્ષે અત્યાર સુધી 36,825 ડોલર જોડ્યા છે. તેણે ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઇટલ જીત્યું જ્યારે તે મલેશિયા માસ્ટર્સના સેમીફાઇનલ અને ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિફેન્ડિંગ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન ચીનની ચેન યુફેઈ (86,325 ડોલર) મહિલા સિંગલ્સમાં સર્વાધિક કમાણી કરનારી ખેલાડી છે. ચીની તાઈપેની વિશ્વમાં નંબર એક તાઇ જુ યિંગ 36,100 ડોલરની સાથે ત્રીજા સ્થાન પર છે. ઓલમ્પિક સિલ્વર મેડાલિસ્ટ પી વી સિંધુ 50,000 ડોલર ઈનામી ઈન્ડિયા ઓપનનું ટાઇટલ અને 24,500 ડોલરની ઈનામી રાશિ જીતીને પોતાની સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે. 


પુરુષ સિંગલ્સમાં કેંતો મોમોતાએ પોતાના કરિયરની કમાણીમાં 94,550 ડોલર જોડ્યા છે. ત્યારબાદ ડેનમાર્કના વિક્ટર એક્સેલસન (44,150 ડોલર)નો નંબર આવે છે.