નવી દિલ્હીઃ સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બુધવારે યૌન શોષણની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલી મહિલાઓની પ્રશંસા કરી અને #મીટૂ અભિયાનનું સમર્થન કર્યું હતું. દૂરસંચાર સેવા પ્રદાતા વોડાફોન-આઈડિયા દ્લાકા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વોડાફોન સખી નામની સેવાના શરૂઆતના અવસરે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં સિંધુએ આ વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલંમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડીએ દેશભરમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા #metoo અભિયાન વિશે કહ્યું, હું તે લોકોની પ્રશંસા કરૂ છું, જે સામે આવીને પોતાની વાત રાખી રહ્યાં છે. હું તે વસ્તુનું સન્માન કરૂ છું કે, તે આગળ આવીને પોતાનો મત જાહેર કરી રહી છે. 


સિંધુને પૂછવામાં આવ્યું કે, શું રમતના ક્ષેત્રમમાં આ પ્રકારની ઘટનાઓ બને છે તો તેણે કહ્યું, મને અન્ય લોકો વિશે ખ્યાલ નથી. પરંતુ જ્યાં સુધી મારો સવાલ છે, હું જ્યારથી આ ક્ષેત્રમાં છું મને ક્યારેય કોઈ મુશ્કેલી થઈ નથી. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા 2008માં એક ફિલ્મના સેટ પર અભિનેતા નાના પાટેકર દ્વારા દુર્વ્યવહારનો આરોપ લગાવ્યા બાદ ભારતમાં #મીટૂ અભિયાને જોર પકડ્યું છે. 


આ અભિયાન હેઠળ મંગળવારે ઘણા મહિલાઓએ પોતાની સાથે થયેલી જાતિય સત્તામણી કે યૌન દુર્વ્યવહારનો અનુભવ વ્યક્ત કર્યો, જેમાં કેન્દ્રીય પ્રધાન એમ.જે.અકબર અને ફિલ્મ અભિનેતા આલોકનાથ સહિત મીડિયા અને બોલીવુડ જગતની ઘણી નામચિન્હ વ્યક્તિઓ પર આરોપ લાગ્યા છે.