નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રેસલર બજરંગ પૂનિયાએ કુશ્તીન રાષ્ટ્રીય રમત જાહેર કરવાની માગનું સમર્થન કરતા કહ્યું કે, આ રમતે છેલ્લા ત્રણ ઓલમ્પિકમાં દેશને મેડલ અપાવ્યા છે. વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા બજરંગે કહ્યું, કુશ્તી એવી રમત છેસ જેણે છેલ્લા ત્રણ ઓલમ્પિકમાં દેશને મેડલ આપ્યા છે. 2008. 2012 અને 2016માં આ રમતથી દેશને મેડલ મળ્યો છે. જે રમત દેશ માટે મેડલ જીતી તો તેને રાષ્ટ્રીય રમત જાહેર કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રજભૂષણ શરણ સિંહે સરકાર પાસેથી કુશ્તીને રાષ્ટ્રીય રમત બનાવવાની માગ કરી હતી. બજરંગ ગણતંત્ર દિવસ પર પદ્મ શ્રી પુરસ્કાર મેળવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થવાથી ઉત્સાહિત છે. દેશને ઓલમ્પિકમાં આ ખેલાડી પાસેથી સૌથી વધુ આશા છે અને બજગંરે કહ્યું કે, આટલો મોટો નાગરિક પુરસ્કાર મળવાથી તેના પાસેથી આશા વધી જશે. 



IND vs NZ: છ વર્ષ બાદ ઈજાને કારણે બહાર થયો ધોની 


તેણે કહ્યું, જ્યારે કોઈ ખેલાડીને સન્માન મળે છે તો તેની જવાબદારી વધી જાય છે. આ સન્માન ભારત સરકાર આપે છે તો જાહેર છે કે લોકો આશા કરશે કે હું દેશ માટે સારૂ પ્રદર્શન કરવાનું ચાલુ રાખું. 


પદ્મ શ્રી પુરસ્તાર જીત્યા બાદ બજરંગ પોતાની પ્રથમ બાઉટ જીતવામાં સફળ રહ્યો. અહીં રમાઇ રહેલી પ્રો કુશ્તી લીગમાં પંજાબ રોયલ્સની આગેવાની કરી રહેલા બજરંગે 65 કિલો ભાર વર્ગમાં ટીમ માટે મહત્વના મેચમાં હરિયાણા હેમર્શના રજનીશને 6-2થી પરાજય આપ્યો જેથી પંજાબે 4-3થી જીત મેળવીને સમીફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું હતું. 



SAvsPAK: ચોથી વનડેમાં પાકિસ્તાનનો 8 વિકેટે વિજય, પ્રથમવાર પિંક ડ્રેસમાં હાર્યું આફ્રિકા 

બજરંગે કહ્યું, આ મેચ જીતીને ટીમે સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ મેચ અમારા માટે ઘણો મુશ્કેલ હતો, હરિયાણાની ટીમ ટેબલમાં સૌથી ઉપર છે. રજનીશ રાષ્ટ્રીય ચેમ્પિયન છે અને અમે બંન્ને ઘણીવાર ટકરાયા છીએ. હું 2016માં આ ટૂર્નામેન્ટમાં તેની સામે હારી ગયો હતો પરંતુ ત્યારબાદ મેં સતત ત્રણવાર જીત મેળવી છે.