સિડનીઃ બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે દબાવનો સામનો કરી રહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ ડેવિડ પીવરે ગુરૂવારે પોતાનું પદ્દ છોડી દીધું છે. આ પ્રકરણને કારણે પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટ પર પ્રતિબંધ લાગ્યો, જ્યારે ઘણા મહત્વના અધિકારીઓએ પદ છોડવું પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીવરને ગત સપ્તાહે ત્રણ વર્ષના નવા કાર્યકાળ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની પસંદગીના એક દિવસ બાદ છેડછાડ પ્રકરણમાં સ્વતંત્ર સમીક્ષા રિપોર્ટ આવ્યો હતો, જેમાં સંચાલન સંસ્થા પર ફટકાર લગાવવામાં આવી હતી. 
ત્યારબાદ ખુલાસો થયો કે સીએ દ્વારા નિયુક્ત સમિતિના રિપોર્ટને દેશના રાજ્યોથી છૂપાવીને રાખવામાં આવી, જેણે અધ્યક્ષ પદ પર પીવરની પુનઃ પસંદગી કરી હતી. આ ખુલાસા બાદ પીવરના રાજીનામાંની માંગ થવા લાગી હતી. 


સંચાલન સંસ્થાએ નિવેદનમાં કહ્યું, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આજે પુષ્ટિ કરે છે કે ડેવિડ પીવરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બોર્ડના અધ્યક્ષના રૂપમાં રાજીનામાંની જાહેરાત કરી છે. 


ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ ટીમ ઈન્ડિયાના મેનૂમાં નહીં હોય બીફ, BCCIએ CAને કરી ભલામણ

તેમણે કહ્યું, બોર્ડને ખ્યાલ છે કે અમારે ક્રિકેટ સમુદાયનો વિશ્વાસ ફરી હાસિલ કરવા માટે લાંબી સફર કાપવાની છે. હું અને કાર્યકારી ટીમ ક્રિકેટને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.