દુબઈઃ બીજી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગમાં દોષી સાબિત થયેલા શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ત્રીજી મેચ રમી શકશે નહીં. આઈસીસીએ તેના પર એક મેચનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે જેની વિરુદ્ધ ચંડીમલે અપીલ કરી હતી. ચંડીમલની અપીલને આઈસીસીએ રદ્દ કરી દીધી અને તેનો પ્રતિબંધ યથાવત રહેશે. આ સાથે વેસ્ટઇન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ માટે સુરંગા લકમલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું, જુડિશિયલ કમિશ્નર માઇકલ બેલોફે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકન કેપ્ટન દિનેશ ચંડીમલને બોલ ટેમ્પરિંગમાં દોષી માનતા તેની અપીલ રદ્દ કરી દીધી છે. આઈસીસી મેચ રેફરી જવાગલ શ્રીનાથે ચંડીમલને સજા તરીકે બે સસ્પેન્ડશન અંક આપ્યા હતા જે એક ટેસ્ટ કે બે વનડે અથવા તો 2 ટી20ના પ્રતિબંધ બરાબર હોઈ છે. તેના પર મેચ ફીના 100 ટકાનો દંડ પણ લાગ્યો. 


આ પહેલા ટીમ મેનેજમેન્ટે ખેલ ભાવનાના વિપરીત આચરણના આઈસીસીના આરોપનો સ્વીકાર કરી લીધો. ચોક ચંદિકા હાથુરૂસિંઘે અને મેનેજર અસાંકા ગુરૂસિંઘાએ બીજી ટેસ્ટમાં ટીમના મેદાન પર ઉતારવામાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કર્યો ત્યારબાદ આઈસીસીએ તેમને આ મામલામાં છોડી દીધા. 


મહત્વનું છે કે, બીજા ટેસ્ટ મેચ દરમિયાન આઈસીસીએ બોલ ટેમ્પરિંગમાં દોષી ચંડીમલ જાણવા મળ્યો અને વીડિયો પૂરાવામાં પણ દેખાયું કે, તેણે પોતાના મોઢામાં મીઠી વસ્તુ (જે મિઠાઇ લાગી રહી હતી) ખાધા બાદ તરત થૂક બોલ પર લગાવી દીધી. ચંડીમલ, કોચ હાથુરૂસિંઘે અને મેનેજર ગુરૂસિંઘાને આઈસીસી સીઈઓ ડેવિડ રિચર્ડસને આરોપી ગણાવ્યા હતા.