IND vs BAN: સિરાજ અને કુલદીપની ઘાતક બોલિંગ, બીજા દિવસે બેકફૂટ પર બાંગ્લાદેશ
Kuldeep Yadav: ભારતીય ટીમ માટે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી છે. બીજા દિવસની રમતના અંતે ભારતે મેચ પર મજબૂત પકડ બનાવી લીધી છે.
ચટગાંવઃ IND vs BAN 1st Test 2nd Day: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસને રમત પૂર્ણ થઈ ગઈ છે. તો ટીમ ઈન્ડિયાએ આ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે. હકીકતમાં ભારતીય ટીમના 404 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 133 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી છે. આ સમયે બાંગ્લાદેશ માટે ઇબાદત હુસૈન અને મેહદી હસન મિરાઝ ક્રીઝ પર છે. ભારતીય ટીમ માટે કુલદીપ યાદવે સૌથી વધુ વિકેટ લીધી છે. કુલદીપ યાદવે ચાર સફળતા મેળવી છે. જ્યારે મોહમ્મદ સિરાજને ત્રણ અને ઉમેશ યાદવને એક વિકેટ મળી છે.
ચેતેશ્વર પુજારા અને અય્યર બાદ અશ્વિનની અડધી સદી
તો પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 404 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારત માટે ચેતેશ્વર પુજારા (90) શ્રેયસ અય્યર (86) સિવાય આર અશ્વિન (58) એ અડધી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ માટે તૈજુલ ઇસ્લામે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ઇસ્લામા 46 ઓવરમાં 133 રન આપી ચાર બેટરોને આઉટ કર્યાં હતા. તૈજુલ ઇસ્લામે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ અને કુલદીપ યાદવને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ભારત માટે મેચના બીજા દિવસે શ્રેયસ અય્યર અને આર અશ્વિને ઈનિંગની શરૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ દાસને આઉટ કર્યા બાદ સિરાજ અને કોહલીએ કાનપટ્ટા પર હાથ મુક્યો અને ગરમાયો માહોલ...!
ભારતની ઈનિંગ
ત્યારબાદ અય્યર 86 રન બનાવી આઉટ થઈ ગયો હતો. એમે 192 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા ફટકાર્યા હતા. આર અશ્વિને ઉપયોગી 58 રન બનાવ્યા હતા. તેણે 113 બોલનો સામનો કરતા બે સિક્સ અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. અશ્વિન અને કુલદીપ વચ્ચે 87 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. કુલદીપે પોતાના ટેસ્ટ કરિયરનો સર્વોચ્ચ સ્કોર બનાવતા 40 રન ફટકાર્યા હતા. આ ભાગીદારીની મદદથી ભારતીય ટીમ 400નો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube