IND vs PAK: પાકિસ્તાનની ગજબ બેઈજ્જતી, બાંગ્લાદેશના સિંહોએ ઘરમાં ઘુસીને હરાવ્યું; ટેસ્ટમાં ક્લિનસ્વિપ
બાંગ્લાદેશના શેરોએ પાકિસ્તાનને તેના જ ઘરમાં કારમી હાર આપી છે. પાકિસ્તાનને બે ટેસ્ટની હોમ સિરીઝમાં 2-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશના સિંહોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાનની ગજબ બેઈજજ્તી થઈ છે.
PAK vs BAN Test Series : પાકિસ્તાનને બે ટેસ્ટની હોમ સિરીઝમાં 2-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશના શેરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને હરાવ્યું હતું. પ્રથમ ટેસ્ટ 10 વિકેટે જીત્યા બાદ બાંગ્લાદેશે તેમને બીજી મેચમાં પણ હરાવ્યું છે. બાંગ્લાદેશે બીજી મેચ 6 વિકેટે જીતીને શ્રેણીમાં પાકિસ્તાન સામે ક્લિન સ્વીપ કરી છે.
બીજી મેચમાં પણ ચટાડી ધૂળ
પ્રથમ ટેસ્ટ 10 વિકેટથી હારી ગયા બાદ બાંગ્લાદેશે બીજી મેચ 6 વિકેટે જીતી લીધી હતી. લિટન દાસ (138 રન)ને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ દાવમાં ટીમે 26 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ દાસે આ સદી ફટકારી અને ટીમને 262 રન સુધી લઈ જઈને પાકિસ્તાનની લીડને પૂરી કરી દીધી હતી . મેહદી હસન મિરાજને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે બંને મેચમાં બોલ અને બેટથી કમાલ કરી છે.
પાકિસ્તાનને બોલરોએ હરાવ્યું
બીજી મેચમાં બાંગ્લાદેશના બોલરોએ પાકિસ્તાનને ઘૂંટણીયે પાડી દીધું હતું. પ્રથમ દાવમાં મેહદી હસન મિરાજ (5 વિકેટ) અને તસ્કીન અહેમદ (3 વિકેટ)ની મદદથી પાકિસ્તાનની ટીમ 274 રનમાં સમેટાઈ ગઈ હતી. સેમ અયુબ (58), શાન મસૂદ (57) અને આગા સલમાન (54 રન) અડધી સદી ફટકારી હતી. બીજી ઇનિંગમાં હસન મહેમૂદ (5 વિકેટ) અને નાહિદ રાણા (4 વિકેટ) લઈને પાકિસ્તાનની લૂંટીયા ડૂબાડી દીધી હતી. તેની સામે પાકિસ્તાનનો એક પણ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. ઘર આંગણે જ બાંગ્લાદેશે ધૂળ ચટાડી દેતાં પાકિસ્તાનમાં હોબાળો થાય તો નવાઈ નહીં...