બાંગ્લાદેશના આ ફાસ્ટ બોલરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મોહંમદ શરીફ (Mohammad Sharif)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. શરીફે 2001 થી 2007 સુધી બાંગ્લાદેશ માટે 10 ટેસ્ટ અને નવ વનડે મેચ રમી છે.
ઢાકા: બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મોહંમદ શરીફ (Mohammad Sharif)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. શરીફે 2001 થી 2007 સુધી બાંગ્લાદેશ માટે 10 ટેસ્ટ અને નવ વનડે મેચ રમી છે. તેમણે ઘરેલૂ ક્રિકેટમાં 393 પ્રથમ શ્રેણી મેચ અને લિસ્ટ-એમાં 185 મેચ રમી છે. શરીફે કહ્યું કે ''મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. જોકે હું હજુ 2 વર્ષ રમવા માંગતો હતો.''
તેમણે કહ્યું કે ''હું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) સાથે આગામી દિવસોમાં કામ કરવા માંગુ છું. જો શક્ય હોય તો હું મારો અનુભવ શેર કરવા માંગીશ. શરીફે એપ્રિલ 2001માં બુલવાયોમાં જિમ્બાબ્વે વિરૂદ્ધ મેચથી ડેબ્યૂ કર્યું હતું. તે દરમિયાન ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. બંને મેચોમાં તેમણે એક-એક વિકેટ લીધી હતી.
(ઇનપુટ-આઇએનએસ)