ઢાકાઃબાંગ્લાદેશે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાનારી ટી-20 ત્રિકોણીય સિરીઝની પ્રથમ બે મેચો માટે ઓફ સ્પિનર મેહદી હસન અને ફાસ્ટ બોલર રૂબેલ હુસેનને ટીમમાં સ્થાન આપ્યું નથી. ઓલરાઉન્ડર આરિફુલ હક, ફાસ્ટ બોલર અબુ હૈદર, સ્પિનર નજમુલ ઇસ્લામ અને બેટ્સમેન મુહમ્મદ મિથુનને પણ ટી-20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેકની માગ કરનાર તમીમ ઇકબાલ પણ ટીમમાં નથી. મુખ્ય પસંદગીકાર મિન્હજુલ અહેદિને કહ્યું, 'અમે આગામી ટી20 વિશ્વ કપ પહેલા કેટલાક ખેલાડીઓને ચકાસવા માગીએ છીએ. આ કારણ છે અમે ટીમમાં ફેરફાર કર્યો છે.' શાકિબ અલ હસનની આગેવાની વાળી આ ટીમમાં યુવા ફાસ્ટ બોલર યાસિન અરાફાત અને સ્પિનર તાઇજુલ ઇસ્લામને પ્રથમવાર સામેલ કરવામાં આવ્યા છે. 


બાંગ્લાદેશની ટીમ આ પ્રકારે છે
શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, સૌમ્ય સરકાર, મુશફિકુર રહીમ, મહમૂદ ઉલ્લાહ, અફીફ હુસેન, મોસાદ્દેક હુસૈન, શબ્બીર રહમાન, તાઇજુલ ઇસ્લામ, શેખ મેહદીહસન, શેફુદ્દીન, મુસ્તફિઝુર રહમાન અને યાશીન અરાફાત. 

રોહિત શર્મા અને વિરાટ કોહલીના મતભેદ પર બોલ્યા રવિ શાસ્ત્રી, કહ્યું- 5 વર્ષથી તેની સાથે છું પરંતુ.. 


શાકિબે લીધી હારની જવાબદારી
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટમાં મળેલી હારની જવાબદારી પોતાના માથે લીધી છે. સાથે તેણે કહ્યું કે, સૌથી સારી વાત હશે જો કોઈ કેપ્ટનશિપ સંભાળે. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ મારી રમત માટે સારૂ હશે. જો મેં આગેવાની કરવાનું જારી રાખ્યું તો તેના વિશે બોર્ડ સાથે ઘણી વાત કરવી પડશે.